ગાડીને ટેકો નહીં દેવાનો, 15 લાખની આવી છે કહી બે મિત્રોને ધમકી આપતા ફરિયાદ
શહેરનાં કાલાવડ રોડ પર જડુસ હોટલ પાસે આવેલા એેવરેસ્ટ પાર્કમા થયેલી માથાકુટનો વીડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થયો છે . આ ઘટનામા મુળ જસદણનાં અને હાલ એવરેસ્ટ પાર્ક શેરી નં 3 મા રહેતા માર્ગીસ સાવલીયા નામનાં યુવાને પોલીસ મથકમા એક ફરીયાદ કરી છે જેમા જણાવ્યુ હતુ કે માર્ગીસ અને તેમનો મિત્ર ભાવેશ ચાવડા બંને ગઇકાલે સાંજે છ વાગ્યે પોતાનાં મકાનની બહાર પડેલી સફેદ કલરની બ્રેઝા કાર માથે ટેકો દઇને ઉભા હતા ત્યારે આ કારનાં માલીકે આવીને કહયુ કે કારને ટેકો નહી દેવાનો.
15 લાખ રૂપીયામા આવી છે. જેથી ભાવેશે તેને કહયુ કે તો કાર તમારા ઘર પાસે રાખો. જેથી આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને એક મહીલા સહીત 3 લોકો જાહેરમા ગાળો આપવા લાગ્યા હતા અને એક યુવાન ઘરમાથી લાકડી લઇ આવી પાછળ દોડયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડીયો પોલીસમા બતાવતા પોલીસે ત્રણેય વિરુધ્ધ ફરીયાદ નોંધી છે અને આ ઘટનામા છેલ્લે જડુસ હોટલ પાસે આ બંને મિત્રો ઉભા હતા ત્યારે એક થાર આવી હતી અને તેમાથી એક શખ્સે કહયુ કે તમારે શું કરવાનુ છે. હું સ્ટાફમા છું. આમ કહી ત્યાથી જતો રહયો હતો .