જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થતા કેદી સામે ફરિયાદ
05:03 PM Aug 05, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ભાડ ગામે રહેતો અને પાકા કામનો આરોપી વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ ફરાર થયો હતો. આ અંગે મધ્યસ્થ જેલના જેલરે નાગેશ્રી પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં ગૃપ 5માં જેલર તરીકે ફરજ બજાવતા જે.આર.ચાનીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જાફરાબાદના ભાડા ગામે મફત પ્લોટ વિસ્તારમાં રહેતો અને પાકા કામનો કેદી લખમણ ઉર્ફે લખા હમીરભાઈ વાઘેલા 10 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. પરંતુ તે જામીન પૂર્ણ થયા બાદ મધ્યસ્થ જેલમાં હાજર થયો ન હતો અને ફરાર છે. આ અંગે મધ્યસ્થ જેલના જેલરે અગાઉ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અંતે ભાડ ગામના લખમણ ઉર્ફે લખા વાઘેલા સામે નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Next Article
Advertisement