ભરાણાની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતી ઈરમબેન અસલમ ચામડિયા નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના પતિ અસલમ દાઉદ ચમડિયા દ્વારા વારંવાર મેણા-ટોણા મારીને શારીરિક તેમજ માનસિક દુ:ખ-ત્રાસ આપ્યાની તેમજ બેફામ માર મારી, ઈજાઓ કરવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટોકન લીધા વગર માછીમારી કરવા સબબ બે સામે કાર્યવાહી
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગમાંથી લેવાનું થતું ટોકન લીધા વગર માછીમારી કરવા ગયેલા અફસાના નામની માછીમારી બોટમાં માછીમારી કરવા ગયેલા યુનુસ આદમ ભેસલીયા અને આ મેરે ગરીબ નવાઝ બોટના માછીમાર હુસેન ઈસ્માઈલ ભેસલીયા નામના બે માછીમારો સામે દ્વારકા પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
ઓખામાં બે જુગારીઓ ઝડપાયા
ઓખામાં રેલવે ગોડાઉનની પાછળ બેસીને ગંજીપાના વડે જુગાર રમતા સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને લખમણભા દેરાજભા સુમણીયા નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.