હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ
હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કરિયાદ હળવદ તાલુકા પોલીસ દ્વારા કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર શક્તિનગર પાસે શેડમાંથી ટકમાં ભરેલ લોખંડના સળિયાની ચોરીને પકડવામાં આવી હતી દરમિયાન આ બનાવમાં ટ્રાન્સપોર્ટ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરી થઈ હોવા અંગેની તેના ડ્રાઇવર ક્લિનર સહિત કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
હળવદ તાલકા પોલીસ દ્વારા શક્તિનગર પાસેથી કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર શેડમાં રેડ કરીને લોખંડ ભરેલા ટકમાંથી લોખંડના સળિયાની ભારીની ચોરી કરવામાં આવતી હોય તેવી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભચાઉના ટ્રાન્સપોર્ટર ભરતસિંહ હેતુભા જાડેજા (42) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલ કાળુભાઈ પરમાર (31) રહે શક્તિનગર હળવદ, રાવતારામ શેરા રામ બાના (26) રહે કેકડ તાલુકો સેડવા રાજસ્થાન, દિલીપ ઘનશ્યામભાઈ ભાટીયા રહે. શક્તિનગર હળવદ અને પ્રભુરામ હેમતારામ નહેરા રહે બીસરણીયા રાજસ્થાન વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પિંગલેશ્વર રોડલાઇન્સ નામનો ટ્રાન્સપોર્ટ ધરાવે છે અને ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી લોખંડની 8 ળળ ની 145 ભારી, 10 ળળ ની 170 ભારી અને 12 એમએમ ની 132 ભારી આમ કુલ મળીને 18,95,613 રૂૂપિયાની કિંમતનો લોખંડનો જથ્થો અમદાવાદ ચામુંડા એન્ટરપ્રાઇઝ ખાતે ટ્રક ટેલર નંબર જીજે 12સીટી 5651 માં મોકલાવ્યો હતો દરમ્યાન તે ટ્રકના ડ્રાઇવર રાવતારામ અને ક્લિનર પ્રભરામ દ્વારા વિપલ અને દિલીપ નામના શપ્સોનો સંપર્ક કરી ટક ટેલરમાં ભરેલ લોખંડના જથ્થામાંથી કલ મળીને 37 લોખંડના સળિયાની ભારી જેનો વજન 2644 કિલો અને તેની કિંમત 1,58,640, થાય છે તે ટુકમાંથી કાઢી લેવામાં આવેલ હતી જેથી કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ગુનામાં પોલીસે હાલમાં વિપુલ અને રાવતારામની ધરપકડ કરી છે . અને દિલીપ તથા પ્રભુરામ નામના બે આરોપીઓને પકડવા માટે જુદી જદી દિશામાં તપાસ ચાલી રહી છે!