ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને 8 લાખની માગણી કરનાર રાજકોટના પદ્મીનીબા સહિત પાંચ સામે ફરિયાદ
રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મીનીબા વાળા અને તેના પુત્ર સહિત પાંચ લોકોએ ગોંડલના વૃધ્ધને હનિટ્રેપમાં ફસાવીને રૂૂા. 7-8 લાખ પડાવવા માટે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે.
ગોંડલના રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.60એ યુવતી, પદ્મીનીબા વાળા, તેને પૂત્ર, શ્યામ અને હિરેન સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે પંદર દિવસ પૂર્વે રાત્રે હું ઘર બહાર બેઠો હતો ત્યારે એક બહેન આવેલ અને નંબર લઇ લીધા હતા અને ફોન કરી મારો ઘરવાળો મરી ગયો છે બાદમાં રાત્રે વિડીયો કોલ કરી મારૂૂ દેણું ભરી દયો હું તમારી સાથે સંબંધ બાંધવા તૈયાર છું કહી મેં આ મહિલાને કઈક દેખાડ કહેતા તેણે અધું ટી-શર્ટ ઊંચું કરી છાતી દેખાડી હતી 16 તારીખે બપોરે યુવતી પદ્મિનીબા અને તેનો દીકરો સહીત પાંચ શખ્સો ગયા હતા અને પદ્મિનીબાએ કહેલ કે તમારે દીકરી સાથે આવું કે કરાય કહી માથાકૂટ કરી હતી અને તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ ગૃહમંત્રીને કહી બુલડોઝર ફેરવી તારું મકાન તોડી નાખીશ કહી રાજકોટ આવો માફીનો વિડીયો બનાવી માફીપત્ર લખી સેટલમેન્ટ કરી અમારું સાત-આઠ લાખનું દેવું ભરી દયો કહી પર્સમાંથી યુવતીએ દવાની સીસી કાઢી પી જવાની ધમકી આપી દબાણ કર્યું હતું અમને રાજકોટ બોલાવ્યા હતા પરંતુ અમે ગયા ન હતા અને અંતે ફરિયાદ નોંધાવી હતી.
જયારે ઉપરોક્ત ફરિયાદમાં જે યુવતી સામે ગુનો દાખલ થયો છે તે યુવતીએ પણ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.60 નામના વૃદ્ધ સામે વિડીયો કોલ કરી અવારનવાર મારી પાસે બીભત્સ માંગણી કરી છેડતી કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી પીઆઈ ડામોરએ બંને પક્ષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.