ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સામે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યાની ફરિયાદ

12:56 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. એક જગ્યાએથી તોડ કરી અન્ય જગ્યાએ રેઇડ કરી પૈસાની વ્યસ્થા કરી રાખવા કહેવામાં આવતાં બંને આસામીઓ પોલીસ દફતરે પહોચ્યા હતા, અને નકલી પોલીસ-પત્રકારનો ભાંડો ફૂટ્યો હતો. અને તેઓને શોધી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે.

Advertisement

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.31/5/2025ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા. રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો 50 હજાર રૂૂપિયાની માંગણી કરી હતી. પિતા પુત્ર પોલીસ લફડામાં પડવા ન માંગતા હોવાથી થોડી રકજક બાદ રૂૂપિયા 20 હજાર આપી અહી જ પ્રકરણ રફેદફે કરી નાખ્યું હતું. ત્યારબાદ બંને કથિત પોલીસ જવાનો કારમાં બેસી ભીમવાસ તરફ રવાના થયા હતા. ભીમવાસના ઢાળિયા પાસે રમેશ વાઘેલા ઉર્ફે પ્રમુખના પુત્ર સાવનની દુકાને પહોચી બંને શખ્સોએ પોતાની ઓળખ ફરી પોલીસ તરીકે આપી તથા તેની સાથેના ત્રીજા શખ્સે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી પોતે રાજકોટમાં ત્રિલોક ન્યુઝમાંથી આવતો હોવાનું કહ્યું હતું.

આ ત્રણેય શખ્સોએ સાવનને પણ દારૂૂના કેશ સબંધિત કાર્યવાહી કરવા અને જો કાર્યવાહીથી બચવું હોય તો પતાવટ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ખંભાલીયા જવાનું કહી પરત આવ્યે જો પતાવટ કરવી હોય તો રૂૂપિયાની વ્યવસ્થા કરવાનું કહી ત્રણેય કાર લઇ નીકળી ગયા હતા. આ ઘટનાં બાદ જેની સાથે તોડ થયો તે પિતા-પુત્ર અને સાવન મળ્યા હતા, અને સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યારબાદ ત્રણેય સીટી બી. ડીવીઝન પોલીસ મથકે પહોચી જઇ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના તરફના માણસો (પોલીસ કર્મચારીઓ) તરીકેની આપનાર શખ્સો અને કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધાવી હતી. સીટીબી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેઓની ટીમ એ ડુપ્લીકેટ પોલીસકર્મીઓ અને કથિત પત્રકાર સુધી પહોચવા તપાસ હાથ ધરી હતી, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement