રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ

02:18 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થયાના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા હતા. આ વચ્ચે ગઈકાલે વધુ એક ફરિયાદ દ્વારકાની એક હોટલના માલિક દ્વારા અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકામાં જોધા માણેક ચોક વિસ્તારમાં રહેતા અને હોટલ શ્રીદર્શન નામથી એક હોટલ ધરાવતા મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા (ઉ.વ. 60) એ અજાણ્યા શખ્સો સામે અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ કોઈ અજાણ્યા શખ્સોએ સુવ્યવસ્થિત રીતે કાવતરુ રચી, અને તેમની હોટેલના નામની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટો બનાવી, અને તેનો ઇન્ટરનેટના માધ્યમથી દુરુપયોગ કરી, આ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચ પર અપલોડ કરી હતી. જેથી ફરિયાદી મુકેશભાઈની હોટલના નામે આરોપીઓએ પોતાના ફોન નંબરનો ઉપયોગ કરી, દ્વારકા દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે હોટેલ બુકિંગના નામે ઓનલાઈન રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રીતે હોટેલ શ્રીદર્શનના નામનો દુરુપયોગ કરી, અને અહીં આવતા દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ ઉપરાંત હોટેલના માલિક સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

બે શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વિલાસપુર ગામના રહીશ કરશનભાઈ નવઘણભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા કરસનભાઈ નથુભાઈ રાવલિયાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નના આશરે છ માસ બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતા તેઓના છૂટાછેડા થઈ ગયા હતા. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી કરસનભાઈ તેમજ લાખાભાઈ નથુભાઈ રાવલિયાએ તેઓનો સમાન ઈરાદો પાર પાડવા ગઈકાલે સોમવારે ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં ફરિયાદી કરસનભાઈ તથા તેમના પિતાને મોટરસાયકલના સાયલેન્સર તેમજ સાયલેન્સરની ભૂંગળી વડે બેફામ માર મારી, ગાળો કાઢી હતી. જે અંગે બંને આરોપીઓ સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement