કોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો 25 વર્ષનો શખ્સ જામનગર રોડ વિસ્તારમાં રહેતી પોતાની 16 વર્ષની સાળીને માધાપર ચોકડી આસપાસથી ભગાડી જતાં અને સાથે આ શખ્સ પોતાની નાનકડી દિકરીને પણ લઇ જતાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.મહિલાએ જણાવ્યું છે કે રોજીંદા ક્રમ મુજબ ગત 21/5/25ના બપોરે બારેક વાગ્યે અમે બંને માધાપર ચોકડીએ બેઠા હતાં ત્યારે બપોરે બે વાગ્યે મારી દિકરીએ કહેલુ કે મારે ચપ્પલ લેવા છે મને રૂૂા. 200 આપો.
જેથી મેં તેને રૂૂા. 200 આપતાં તે માધાપર ચોકડીથી કોઇ જગ્યાએ ચપ્પલ લેવા જવા નીકળી હતી. તે ક્યાં જાય છે તેની વાત કરી નહોતી. થોડીવાર પછી મારી દિકરી ન આવતાં હું માધાપર ચોકડી. જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસે તેમજ હોસ્પિટલ ચોક સુધી તેણીને શોધવા માટે ગઇ હતી. પરંતુ તે મળી નહોતી. સાંજનો સમય થઇ ગયો છતાં દિકરી ન મળતાં હું ઘરે આવી ગઇ હતી. ત્યારબાદ મારા પતિ અને દિકરો આવતાં મેં તેને વાત કરી હતી કે દિકરી ચપ્પલ લેવા જવાનું કહીને માધાપર ચોકડીએથી નીકળી ગયા પછી મળી નથી.દરમિયાન અમે ઘરે હતાં ત્યાં મારી મોટી દિકરીનો મને ફોન આવેલ કે મારો પતિ દિકરીને લઇ બપોરે અઢી આસપાસ ઘરેથી નીકળી ગયો છે અને પરત આવ્યો નથી.
જેથી મેં તેણીને કહેલુ કે તારી નાની બહેન માધાપર ચોકડીએથી ચપ્પલ લેવા જવાનું કહીને નીકળી ગઇ છે અને મળતી નથી. મારી મોટી દિકરીને અગાઉ સુવાવડ આવી ત્યારે મારી આ નાની દિકરી ત્યાં રોકાવા અને ભાણેજને રમાડવા ગઇ હતી. ત્યારે આરા જમાઇ સાથે તેણી હસી મજાકથી વાત કરતી હતી. આ પછી આજથી વીસેક દિવસ પહેલા મારી મોટી દિકરીએ મારી નાની દિકરીને જીજાજી સાથે કોઇ સંબંધ ન રાખવા ઠપકો આપ્યો હતો અને પરત અમારા ઘરે મોકલી દીધી હતી. દરમિયાન મારો જમાઇ મારી નાની દિકરી અને દોહિત્રીને લઈ ગૂમ થયો છે. ફરિયાદી મહિલાએ જણાવતા પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.