થોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદ
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા બે દીવસ પહેલા જુની અદાવતનો ખાર રાખી બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો . આ ઘટનામા 14 શખ્સો સામે આજે વળતી ફરીયાદ પોલીસમા નોંધાઇ છે. આ ઘટનામા હાલ 8 જેટલા આરોપીઓ પોલીસનાં સકંજામા આવ્યા હોવાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
રાજકોટ શહેરનાં નવા થોરાળાનાં વણકર વાસમા રહેતા મીત કીશોરભાઇ પરમાર (ઉ.વ. 19 ) ની ફરીયાદ પરથી કેવલ સોંદરવા , શામજી મકા મકવાણા , દીલીપ પ્રેમજી ચૌહાણ, હરેશ મોહન ખીમસુરીયા, કરણ મોહન ખીમસુરીયા, મેહુલ સોલંકી, સંજય દલા ખીમસુરીયા, ગુલી મકા મકવાણા , દેવશી મકા મકવાણા, દેવશીનો દીકરો ગુગો, ચીરાગ શામજી મકવાણા, નાગેશ શામજી, ગૌતમ ઉર્ફે ગોગો અને રોહીત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે . આ ઘટનામા ફરીયાદી મીતે જણાવ્યુ હતુ કે ગઇ તા. 29-10 નાં રોજ સાંજનાં સમયે પોતાનુ એકટીવા લઇ પાડોશમા રહેતા નયન દાફડા સાથે ચા પાણી પીવા નીકળો હતો . ત્યારે તેઓ નવા થોરાળાનાં ખોડીયાર માતાજીનાં મંદિર પાસે પહોંચતા નાગેશ ઉર્ફે છોટુ મકવાણા, ચીરાગ મકવાણા અને તેની સાથેનાં બે અજાણ્યા શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી હતી . જેથી મીત અને તેમનો મિત્ર નયન ત્યાથી નીકળી ગયા હતા. ત્યારબાદ રમેશ પાન પાસે ચીરાગ મકવાણા, હરેશ ખીમસુરીયા, દીલીપ ચૌહાણ, અને કેવલ સોંદરવાએ તેમની સાથે ઝઘડો કરતા તેઓ ત્યાથી જતા રહયા હતા.
ત્યારબાદ વણકર વાસ મેઇન રોડ પર ચીરાગ, નાગેશ, હરેશ, દીલીપ અને કેવલે ઉભા રાખી ધોકા વડે અને ઢીકા પાટુનો માર માર્યો હતો . ત્યારબાદ ગઇ તા. 4-11 નાં રોજ સવારનાં સમયે ઘર નજીક બેઠો હતો ત્યારે કેવલ ત્યા આવ્યો હતો અને તને કાંઇ હવા છે . તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. આરોપીએ છરી બતાવતા તે ડરી ગયો હતો અને ત્યાથી બીકને કારણે ઘરે જતો રહયો હતો . ત્યારબાદ તા. 11 નાં રોજ કેવલે ઘર પાસે આવી ગાળો બોલતો હોય અને ઘરની બહાર નીકળવાનુ કહેતો હોય તેમજ તેમ કહેતો હતો કે શામજી મકવાણા તમને બધાને આવીને જોઇ લેશે. ત્યારબાદ ફરીયાદીનાં પિતાએ 112 મા ફોન કરતા 112 આવી જતા કેવલ ત્યાથી ભાગી ગયો હતો.
તમામ આરોપીઓએ એક સંપ થઇ ઇટનાં ઘા કર્યા હતા અને ગાળો બોલતા હતા . તેમજ ચીરાગ અને દેવશીએ તલવાર તેમજ ગુલી મકવાણાએ કુહાડી બતાવી માપમા રહેવાનુ કહી મારી નાખવાની ધમકી આપી હતી અને આ સમયે પાડોશમા રહેતા અશરફભાઇએ આરોપીઓને સમજાવવા જતા અશરફ ભાઇને કાન પાસે ઇટનો ઘા લાગી જતા તેને ઇજા થઇ હતી . તેમજ મીત્ર નયનને કાચની બોટલ વાગી જતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો . આ મામલે હાલ થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે 14 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો છે . આ ઘટનામા આરોપી કેવલ અગાઉ થોરાળા પોલીસ મથકનાં અગાઉનાં પીઆઇ પર હુમલો કરવાનાં ગુનામા પાસા હેઠળ હવા ખાઇ ચુકયો છે અને પાસામાથી છુટયા બાદ આરોપીએ આ ગુનો આચર્યો હતો.