For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીજકચેરીમાં હંગામો કરનાર મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ; અટકાયત

11:49 AM Oct 12, 2024 IST | Bhumika
વીજકચેરીમાં હંગામો કરનાર મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ  અટકાયત
Advertisement

જામનગર શહેરમાં ગઈકાલે ટોપ ઓફ ધ ટાઉન બનેલા કોર્પોરેટરના પીજીવીસીએલની કચેરીમાં હંગામાં પ્રકરણમાં આખરે ગઈ કાલે મોડી સાંજે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને પીજીવીસીએલના નાયબ ઈજનેર ની ફરિયાદના આધારે ફરજમાં રૂૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.જામનગરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટના રચના બેન નંદાણીયા દ્વારા પોતાને વધુ વીજબીલ આવવાના મુદ્દે ગત ગુરુવારે સવારે વિજ તંત્રની કચેરીમાં દંડા સાથે જઈને હંગામા મચાવ્યો હતો. જેના સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ થયા હતા. તેમજ સમગ્ર કચેરીમાં તંગ વાતાવરણ બનેલું હતું.આખરે આ મામલો મોડી સાંજે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની કચેરીના નાયબ ઇજનેર અજય પરમાર ની ફરિયાદના આધારે રચનાબેન નંદાણીયા ની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમાં બી.એન.એસ. ની કલમ192,3 53(1), 224, 226, 132, 351(2), 324(2), 221, 309(4), તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1) (આર), 3(2)(5), 3(2)(5 એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ફરીયાદ અનુસાર રચાનાબેન નંદાણીયાએ મિડીયા ગ્રૂપમા મેસેજ કરી પોતે જી.ઇ.બી.મા સાહેબોને ડંડો લઇ મારવા જતા હોય જેઓને સાથે આવવુ હોય તે આવે તે રીતેની જાણ કરી હતી.

ત્યારબાદ પોતાના મોબાઇલ ફોનમા ફેસબૂકમા ઓનલાઇન થઇ મિડીયા કર્મચારીઓ તથા પોતાની સાથેના કિશન ભાઇ નામના વ્યક્તિ ને સાથે લઇ પોતાના હાથમાં લાકડી લઇ આ કામેના ફરીયાદી કે જેઓ પી.જી..વી.સી..એલ. મા નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હોય અને આરોપી અવાર નવાર ફરીયાદી પાસે કામ સબબ જતા હોય તે દરમ્યાન થયેલ વાતચીત મુજબ આ કામેના ફરીયાદી અનુસુચિત જાતિના હોવાનુ પોતે જાણતા હોવા છતા ફરીયાદી ની ઓફીસમા આવેલ ચેમ્બરમા અંદર પ્રવેશ કરી ફરીયાદી. તથા તેની સાથે કામ કરતા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઉપરાંત ફરી. સામે લાકડી ઉગામી માર મારવાની ધમકી આપી ફરી. ની કાયદેસરની ફરજમા રૂૂકાવટ કરી ફરી. પાસે રહેલ મોબાઇલ ફોન આશરે કિ..રૂૂ.10 000 નો ઝુટવી લઇ તેની લુંટ કરી ચલાવી હતી.જે મોબાઇલ ફોન નો ઘા કરી નીચે પછાડી દઇ તેમા નુકશાન કરી પોલીસમા કોઇ ફરીયાદ કરશો તો હુ તમને જોઇ લઇશ તેમ કહી ગર્ભિત ધમકીપણ આપી હતી.આ દરમ્યાન ફેસબૂકના માધ્યમથી લોકોને દારૂૂ વેચવા, ડ્રગ્સ વેચવા તથા બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી તથા જી.ઇ.બી. દ્વારા સ્માર્ટ મીટરો લગાડી વધારે બીલો આપવામા આવતા હોવાનુ જણાવી ફરી. ના ડિપાર્ટમેન્ટ વિરુધ્ધ ઉશ્કેરણી કરી હતીઆટલુંજ માત્ર નહીં, પોતે સ્યુસાઇડ કરી લેવાની ધમકી આપી તેમજ ફરી. ના તથા તેમના સ્ટાફના કર્મચારીઓને તેઓ ની કાયદેસરની ફરજ બજાવતા રોકી ગુન્હાહિત બળ વાપરી ગુન્હો કયા નો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે જે સમગ્ર પ્રકરણની તપાસ જામનગર શહેર વિભાગના ડિવાઇસ ફીરેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવી છે.જામનગરની પીજીવીસીએલની કચેરીમાં રચનાબેન નંદાણીયા દ્વારા વિજ બિલ વધુ આવવવા ના મુદ્દે રોષ ઠાલવવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વિજ તંત્રના જુદા જુદા યુનિયન સાથેની મોટી ટુકડી સિટી બી. ડિવિઝન પોલીસમાં પહોંચી હતી.

Advertisement

અને રાત્રિના 10.30 વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોકાયા હતા.સાથે સાથે વોર્ડ નંબર ચારના કોંગ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કે જેમણે જાતે સરેન્ડર કર્યું હતું, અને પોલીસ જીપમાં બેસીને સિટી બી ડિવિઝન મતકમાં પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી નપોલીસ પહેરા હેઠળ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બેસાડી રાખવામાં આવ્યા હતા જેના પ્રત્યે રાતના ભાવ રૂૂપે તેના સમર્થકોનું મોટી સંખ્યામાં ટોળું પણ આવી ગયો હતો અને સીટી ડિવિઝન પોલીસ સ્ટેશન ના દ્વારા એકત્ર થયો હોવાથી ભારે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો જો કે મોડેથી રચનાબેન નંદાણીયા ને નોટિસ પાઠવીને ઘેર જવા દેવાયા હોવાથી આખરે મામલો થાળી પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement