મારવાડી યુનિ.માં યુવાનનાં મોત મામલે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રી માટે સ્ટેજ તૈયાર કરી રહેલા રેલનગરના રોનક હીતેશભાઇ માકડીયા નામના 27 વર્ષના યુવાનનું તા.2ના રોજ થાભંલા પરથી પટકાતા મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા હીતેશભાઇ વિનયચંદ્ર માકડીયા (ઉ.વ.53)ની ફરીયાદ પરથી ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ધવલ રમેશભાઇ વસોયા (રહે.સત્યમ પાર્ક 2 સોરઠીયા વાડી સર્કલ 80 ફૂટ રીંગ રોડ પરિશ્રમ મકાન) સામે બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી હીતેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પુત્ર રોનક છેલ્લા એકાદ વર્ષથી ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ધવલભાઇ વસોયા સાથે કામ કરતો હતો. ગઇ તા.30 સપ્ટેમ્બરના રોજ પુત્ર રોનક મારવાડી યુનિવર્સિટીમાં કાર્યક્રમ હોવાથી ત્યાં ટ્રસ્ટ ફિટીંગ કરવા ગયો હતો અને ત્યાર બાદ કાર્યક્રમ પુરો થઇ જતા તા.1 ઓક્ટોબરના રોજ સાંજે ડાંડીયા રાસની પ્રેકટિશ કરવા જાઉ છું અને મારવાડી યુનિવર્સિટીમાં થાંભલા છોડવા જવાનો કહીં ઘરેથી ગયો હતો.
ત્યાર બાદ મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ધવલભાઇ વસોયાનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, રાત્રીના સમયે પોતે તેઓ ટ્રસ્ટ (થાંભલી) છોડતો હતો ત્યારે અચાનક નીચે પડતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાર બાદ રોનકનું સારવાર થયાનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું.આ ઘટના મામલે સીસીટીવી તપાસતા હક્કિત જાણવા મળી હતી કે, મારવાડી યુનિવર્સિટીમાં કાર્યક્રમ પુરો થતા રોનક ત્રીજો થાંભલો છોડવવા માટે નાડુ ડોકે માટે થાંભલા ઉપર ચડ્યો હતો અને તે સમયે ધવલભાઇ નીચે બેલ્ટ બાંધવાનું કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ રોનક થાંભલા પરથી નીચે ઉતરે છે કે કેમ? તેની ખાતરી ર્ક્યા વગર થાંભલામાં આવેલી ક્રેક પીન કાઢી લઇ બેદરકારી દાખવતા પુત્ર રોનક 15 ફૂટ ઉંચે થાંભલા પરથી નીચે પટક્યો હતો અને તેને માથા પર અને મોઢ પર ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના અંગે હકીક્ત જાણવા મળતા કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ મહાજને ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.