ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે કોલેજિયન યુવાન ઝડપાયો

12:23 PM Aug 27, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરની એસઓજી પોલીસે એક કોલેજીયન યુવાન ને ગાંજા સાથે લઇ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફને બાતમી મળેલ કે ભાંગલીગેટ થી વાઘાવાડી રોડ પ્રારબ્ધ ફલેટની પાસે યશભાઇ સજયભાઇ મહેતા ઉ.વ 22 રહે પ્લોટ નં 37, મારૂૂતી ટેનામેન્ટ, સુભાષનગર ભાવનગર ને તેના કબ્જા માંથી હાઇબ્રીડ ગાંજો જેનું વજન 58 ગ્રામ 560 મિલીગ્રામ જેની કિ.રૂૂ.585.60/- તથા મોબાઇલ ફોન જેની કિ.રૂૂ.2000/- તથા પેશન મોટર સાયકલ નં GJ-04-DJ-7705 જેની કિ.રૂૂ 20,000/-કુલ કિ.રૂૂ 22,585.60/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી.

Advertisement

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ગુલમહંમદભાઇ કોઠારીયા દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે ગાંજા સાથે ઝડપાયેલ યશભાઇ સંજયભાઇ મહેતા કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ છે.

આ કામગીરીમા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ના મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, મિતેષભાઇ જોષી, વિઠ્ઠલભાઇ ચૌહાણ , ધર્મદિપસિંહ જાડેજા, પાર્થભાઈ ધોળકિયા ,હરપાલસિંહ ગોહિલ, મિનાજભાઇ ગોરી , સુરેન્દ્રસિંહ ગોહિલ,હરેશભાઇ મકવાણા જોડાયા હતા.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement