ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડ

12:50 PM Jun 28, 2025 IST | Bhumika
Advertisement

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના બે આઉટ સોર્સિંગ કર્મચારી એવા કારકુન દ્વારા રૂૂપિયા 16 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ પોલીસે પુરુષ આરોપી કારકુનને ઝડપી લીધો છે, અને તેને જેલ હવાલે કરાયો છે. જ્યારે મહિલા આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. સાથો સાથ તેણી દ્વારા એક લાખ 60 હજારની રકમ સરકારમાં ચલણ મારફતે જમા કરાવી દેવામાં આવી છે.

Advertisement

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આઉટ સોર્સિંગમાં રહેલા બે કલાર્કે ખોટા બીલ બનાવી રૂૂા. 16.50 લાખ જેવી રકમ પોતાના ખાતામાં સેરવી લીધાના ચકચારી પ્રકરણમાં લાંબા સમયથી બન્ને નાસતા ફરતા આરોપીમાંથી પુરૂૂષ કલાર્કને સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ જે.પી. સોઢાએ પકડી પાડી તેની પુછપરછ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

બીજી બાજુ મહિલા કર્મચારી કે જેણે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન નામના મહિલા કર્મચારી કે જેઓ આઉટ સોર્સિંગના કર્મચારી છે, જે બન્નેએ લાંબા સમયથી જી.જી. હોસ્પિટલ ના અન્ય કર્મચારીઓના બનતા પગાર બીલમાં ગોબાચારી કરી લાખો રૂૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા.

જે અંગે તંત્રને ધ્યાને આવતા આઉટ સોર્સિંગના બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતાં, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બન્ને 21 દિવસથી ફરાર હતાં. દરમિયાન ભાર્ગવ ત્રિવેદીને પોલીસે પકડી પાડયો હતો, અને તેની પુછપરછ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. બીજી બાજુ મહિલા કર્મચારી કે જેણે અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે, અને તેનું પ્રકરણ પેન્ડિંગ છે. જ્યારે તેની સામે જીજી હોસ્પિટલમાં ખાતાકીય તપાસ ચાલતી હતી, તે દરમિયાન ચલણ મારફતે સરકારમાં એક લાખ 60 હજારની રકમ જમાં પણ કરાવી દીધી છે.

Tags :
crimeGG hospitalgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement