‘તે મને જમવાનું કેમ ઓછુ આપ્યું’ તેમ કહી ધો. 12ના છાત્રને સહપાઠીએ છરીનો ઘા ઝીંકી દીધો
સાયલાના શાપરમાં આવેલ કુમાર છાત્રાલયની ઘટના; નવા એડમીશન સાથે આવેલા વિદ્યાર્થી પાસે છરી કયાંથી આવી તે મુદ્દે ઉઠતા સવાલ
સાયલાનાં શાપર ગામે આવેલી કુમાર છાત્રાલયમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા મોરસલ ગામનો યુવાન છાત્રાલયમા પીરસતો હતો. ત્યારે નવા એડમીશન સાથે આવેલા સહપાઠીએ તે મને જમવાનુ કેમ ઓછુ આપ્યુ તેમ કહી છરીનો ઘા ઝીકી દીધો હતો હુમલામા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો છે. છાત્રાલયમા નવા એડમીશન સાથે આવેલા વિધાર્થી પાસે છરી કયાથી આવી તે મુદે સવાલ ઉઠતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાનાં મોરસલ ગામે રહેતા અને હાલ સાયલાનાં શાપર ગામે આવેલ કુમાર છાત્રાલયમા રહી ધો 12 મા અભ્યાસ કરતો સંદીપ જેન્તીભાઇ ડાભી નામનો 18 વર્ષનો યુવાન બપોરનાં એકાદ વાગ્યાનાં અરસામા છાત્રાલયમા હતો. ત્યારે છાત્રાલયમા રહેતા અજાણ્યા વિધાર્થીએ ઝઘડો કરી સંદીપ ડાભીને પેટનાં ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. ધો 1ર નાં છાત્રને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા સંદીપ ડાભી બે ભાઇમા નાનો છે. અને છેલ્લા 3 વર્ષથી છાત્રાલયમા રહી અભ્યાસ કરે છે. જયારે આરોપી બામણબોર પાસે આવેલા રૂપાવટી ગામનો વતની છે. અને હાલ નવા એડમીશન સાથે છાત્રાલયમા આવ્યો છે. સંદીપ ડાભી જમવાનુ પીરસ્તો હતો. ત્યારે નવા એડમીશન સાથે આવેલા છાત્રએ તે મને જમવાનુ કેમ ઓછુ આપ્યુ તેમ કહી છરીનો ઘા ઝીકી દીધો હોવાનુ જાણવા મળ્યુ છે. નવા એડમીશન સાથે આવેલા વિધાર્થી પાસે છરી કયાથી આવી તે મુદે સવાલ ઉઠતા સાયલા પોલીસે તપાસનાં ચક્રો ગતીમાન કર્યા છે.