For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલે

12:20 PM Jul 12, 2025 IST | Bhumika
ખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલે

જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે. પોલીસે તેઓ પાસેથી એક બુલેટ સહિત ત્રણ વાહનો અને ત્રણ લાકડાના ધોકા કબજે કર્યા છે.

Advertisement

જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં વનરક્ષક લગધીરસિંહ ધીરુભા જાડેજા (28) કે જેઓએ પોતાના સાથી કર્મચારીઓ વનપાલ જિજ્ઞાસાબેન હરણ ઉપરાંત અશોકભાઈ છીપરિયા અને વિરજુ વગેરે પર હુમલો કરી ફરજ માં રૂૂકાવટ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જે ફરિયાદના અનુસંધાને પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એમ. એન. શેખ અને તેઓની ટીમ તુરતજ એક્શન મોડમાં આવી ગઈ હતી, અને સરકારી કર્મચારી પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ જાંબુડા ગામ માં રહેતા પોપટભાઈ સુરાભાઈ રાતડીયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર, તેમજ વાલાભાઈ ડોસાભાઇ ચારણ ને શોધી કાઢ્યા હતા. જે ત્રણેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા ત્રણ લાકડાના ધોકા સહિતના હથિયારો કબજે કરી લેવામાં આવ્યા હતા, ઉપરાંત તેઓના બે મોટરસાયકલ અને એક બુલેટ સહિતના ત્રણ વાહનો પણ કબજે કરી લેવાયા છે. જે ત્રણેની ધરપકડ કર્યા બાદ અદાલત સમક્ષ રજૂ કરાતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. જેથી પોલીસ ટુકડી ત્રણેયને જેલમાં મૂકી આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement