ધો-12 સાયન્સના છાત્રને સહપાઠીઓએ પટ્ટાથી માર માર્યો
SOS સ્કૂલમાં દોઢ વર્ષ પૂર્વેની ઘટનાનો ખાર રાખી હોસ્ટેલના રૂમમાં બોલાવી માર માર્યાનો 8 વિદ્યાર્થી સામે આક્ષેપ
ગુજરાતમાં હોસ્ટલોમા વિદ્યાર્થીઓ પર અત્યારની ઘટનામા સતત વધારો થઇ રહયો છે. છેલ્લા અઠવાડિયામા જ ભાવનગર , ધંધુકા અને હવે રાજકોટની સ્કુલ ઓફ સાયન્સ શાળામા ધો 12 સાયન્સમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને સહ વિદ્યાર્થીઓ દ્વારા પટ્ટા અને ઢીકા પાટુથી માર મારવામા આવ્યો છે જેનો સમગ્ર વિડીયો સોસિયલ મિડીયામા વાઇરલ થયો છે.
સોસિયલ મિડીયામા વાઇરલ થયેલા વિડીયોમા ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે જામનગર રોડ ખંભાળા ગામમા રાજકોટની સ્કુલ ઓફ સાયન્સ સ્કુલમા હોસ્ટેલમા રહી ધો 1ર સાયન્સમા અભ્યાસ કરી રહયો છે. ઘટના અંગે કહયુ હતુ કે બે દિવસ પહેલા તેની સાથે અભ્યાસ કરતા 7 થી 8 વિદ્યાર્થીઓએ તેને રૂમમા બોલાવ્યો હતો અને રૂમનો દરવાજો બંધ કરી પટ્ટા અને ઢીકા પાટુથી ઢોર માર માર્યો હતો તેની સાથે અન્ય બે વિદ્યાર્થીઓને પણ માર મારવામા આવ્યો છે અને જાતિ પ્રત્યે હડધુત કરવામા આવ્યો છે.
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં વિદ્યાર્થીને ગંભીર ઇજા થતા જુનાગઢની સરકારી હોસ્પિટલમા સારવાર માટે એડમીટ કરવામા આવ્યો છે વધુમા જણાવ્યુ કે આ બાબતે મેનેજમેન્ટને વાત કરતા તેઓએ વાલીને જાણ કરવાની ના પાડી હતી અને મારનાર વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાની રિસીપ ફાડી નાખવાની ધમકી આપી હતી . આ ઘટના 9 માર્ચ બની હતી જેથી તે ફરીયાદ કરી નહી અને બાદમા પરીક્ષા પુર્ણ થતા વાલીને જાણ કરી હતી વાલી આવે તે પહેલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાથી મોકલી દેવામા આવ્યા હતા.
ઉપરાંત મારનાર વિદ્યાર્થીઓ પાસેથી માફી પત્ર પણ લખાવવાનુ મેનેજમેન્ટ દ્વારા કહેવામા આવ્યુ હતુ પરંતુ હજુ સુધી આવુ કઇ થયુ નથી. વાઇરલ થયેલા વિડીયોમા વિદ્યાર્થીનાં વાલીએ પણ મેનેજમેન્ટ પર આક્ષેપ કરતા કહયુ છે કે સતાધીશોએ યોગ્ય ધ્યાન આપ્યુ નથી જો ધ્યાન આપ્યુ હોત તો આ ઘટના ન બનત અમારે ન્યાય જોઇએ છીએ . મેનેજમેન્ટે આ અંગે જણાવ્યુ હતુ કે મારનાર વિદ્યાર્થીઓએ કહયુ હતુ કે જયારે ધો 11 મા અભ્યાસ કરતા હતા ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થીએ માર માર્યો હતો તેનો ખાર રાખી હાલ પિડીત છાત્રને અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યો હતો આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે આવુ કઇ બન્યુ જ નથી. મારો કોઇ વાંક નથી .
અમે તમામ વિદ્યાર્થીને શાળામાંથી રસ્ટીગેટ કરી દીધા છે : મેનેજમેન્ટ
માર મારવાની ઘટના અંગે સ્કુલ ઓફ સાયન્સનાં મેનેજમેન્ટે કહયુ હતુ કે આ ઘટના બન્યા બાદ અમારી સુધી રજુઆત થતા માર મારનાર વિદ્યાર્થીઓને તાત્કાલીક નિયમાનુસાર શાળામાથી રસ્ટીગેટ કરી દેવામા આવ્યો છે અને હજુ પણ નિયમ મુજબની કાર્યવાહી કરીશુ. હાલ તમામ પાસેથી માફી પત્ર લખાવી લેવામા આવ્યો છે.