ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા
શહેરમાં મોરબી રોડ ઉપર આવે ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે મહિલા સહિત બેને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલ ઉજ્જવલ સોસાયટીમાં રહેતા હિરાબેન લાલજીભાઈ જંજવાડિયા ઉ.વ. 38 પોતાના ઘર પાસે હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યના અરસામાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.
જ્યારે વળતા પ્રહારમાં વિજય રમેશભાઈ મંડલી નામના 35 વર્ષના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ દસ્તા વડે હુમલો કરી માર માર્યો હતો. સામસામે મારામારીમાં ઘવાયેી પરણીતા અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં હિરલબેન જંજવાડિયાના ઘર પાસે ક્રિકેટ રમતા શખ્સોએ ઘરથી દૂર ક્રિકેટ રમવા મુદ્દે હિરલબેન જંજવાડિયાએ ઠપકો આપતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બીડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.