ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલાના દેવસર ગામે બે જૂથો વચ્ચે ધિંગાણુ: પાંચ ઘવાયા

11:31 AM May 03, 2025 IST | Bhumika
Advertisement

ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા ચોટીલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ચોટીલા નજીક આવેલા દેવસર ગામે એક જ જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે કોઇ અગમ્ય કારણોસર સાંજે છરી, તલવાર, કુહાડી જેવા હથિયારો સાથે બાખડયા હતા. આ અથડામણમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા ડોળીયા અને ચોટીલાની 108 મારફતે હોસ્પિટલ લાવવામાં આવેલ હતા.

ઝગડાનું કારણ બંનેે જૂથ અલગ અલગ જણાવ્યું હતું. જેમા એક જૂથના ઇજાગ્રસ્ત દ્વારા છોકરીની છેડતી બાબતે ઠપકો દેતા ઝગડો થયો હોવાનું તો બીજા જૂથ દ્વારા પાણી ભરવા બાબતે બોલાચાલી થતા ઝગડો થયાની કેફિયત આપી હતી. બંને જૂથ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરાયા છે. મારામારીમાં અશ્વિન રમેશભાઈ માથાસુરીયા, રમેશ વેરસીભાઇ માથાસુરીયા, સજુંબેન રમેશભાઈ માથાસુરીયા, સુરેશ કાળુભાઈ અનેમાવજીભાઇ કાળુભાઈને ઇજા પહોચી છે. હોસ્પિટલ દ્વારા ઝગડા અંગે પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
attackChotilachotila newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement