For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી

12:44 PM Jun 30, 2025 IST | Bhumika
મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી

મોરબીના ખાટકીવાસ ચોકમાં એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક હોય જેથી તેની પાછળ ગૌરક્ષક આવી તપાસ કરતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી તેમજ ત્યારબાદ બંને પક્ષો દ્વારા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે. મોરબીના વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઇ નિમાવત (ઉ.વ.34) એ આરોપી જાકીર હુસેન, ઇસુ મુસા કટારીયા, શબ્બીર અબ્બાસ, હુરબાઇબેન અલીભાઇ, ફાતમાબેન દાઉદભાઇ (રહે. મોરબી), GJ-12-BZ- 8346 નો ચાલક જી.જે.બાર બી.ઝેડ ત્યાસી છેતાલીસ નો ચાલક તથા અન્ય પંદરથી વીસ અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મિત્ર સાગર પલાણને એક બોલોરે પીકઅપ ૠઉં-12-ઇણ- 8346 વાળી ગાડીમાં કોઇ પશુ ભરેલ હોવાનો શક હોય અને તે તેની પાછળ ખાટકી વાસ ખાતે જતા તેને માર મારતા હોવાનો વોટસઅપ વોઇસ મેસેજ એે.વી.જી.પી. ગૌ રક્ષક દળ ગુજરાત રાજય નામના ગૃપમાં મુકેલ જે મેસેજ સાંભળી ફરીયાદી તથા તેનો મિત્ર રવી જીતેન્દ્રભાઇનાઓ તેઓને બચાવવા જતા ત્યા દિનેશભાઇ રામજીભાઇને લાકડાના ધોકા વડે તથા ઢિકાપટુનો માર મારતા હોય અને તેને બચાવવા જતા આગોપીઓએ ફરીયાદી તથા તેના મિત્રોને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement

જ્યારે સામા પક્ષે મોરબીના ખાટકી વાસમાં રહેતા સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (ઉ.વ.28) આરોપી મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતીલાલ પલાણ, રવી હીતેન્દ્રભાઇ પાલા, કૌશીક ઉર્ફે લાલો જગદીશભાઇ નીમાવત અને દિનેશભાઇ રામજીભાઇ લોરીયા મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીને ઘેટા બકરા દેવા આવેલ બોલેરો ગાડીમાં પાછળ ગૌ-માંસ ભરેલ હોવાની શંકા રાખી આવેલ આવેલ અને ફરીયાદી તથા સાથી સાથે વાતચીત કરતા હોય ત્યારે લતા વાળા માણસો ભેગા થઈ જતા વાતાવરણ તંગ બની જતા આરોપીઓએ ફરીયાદી તથા સાથી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement