હળવદનાં દેવળિયા ગામે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વિજપોલના વળતર બાબતે ખેડૂતો અને કંપનીના અધિકારી વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં એસઆરપી પોલીસ અને પોલીસ સહિતના કાફલા સાથે બળજબરી પૂર્વક કામગીરી કરવાનો વિરોધ કર્યો હતો.
મોરબી, માળીયા અને હળવદ તાલુકાના 15થી વધુ ગામોમાંથી અદાણી અને પાવર ગ્રીડ કંપનીના વીજપોલ પસાર થાય છે જેમાં મોરબીના સોનગઢ, નાનાભરાઈ,જાજાસર અને મોરબીના સોખડા, જેતપર અને અણિયારી સાથે હળવદના માનસર,સુરવદર,કેદારીયા સહિત 15થી વધુ ગામોમાંથી વિજપોલ પસાર થાય છે.
હળવદના નવાં દેવળીયામા આજે પોલીસ રક્ષણ સાથે આવેલ કંપની દ્વારા દોઢ મહિનાના લહેરાતાં લીલાછમ કપાસનાં પાકમાં બળજબરી પૂર્વક કામગીરી કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં બુલડોઝર સામે ઉભાં રહી જય જવાન જય કિસાન નારા સાથે કામગીરીનો વિરોધ કર્યો હતો.
હાલમાં કંપની દ્વારા 979 રૂૂપિયા વીજપોલ અને 771 કોરીડોરનુ ચો.ફુટમા વળતર આપવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 1-3-24મા ઠરાવ પસાર કરીને 200 ટકા ચુકવવા હુકમ કર્યો છે જેનો કંપની દ્વારા ઉલાળીયો કરવામાં આવી રહ્યોં છે જેને લઈને આજે મોટી સંખ્યામાં 5થી વધુ ગામોનાં ખેડૂતોએ વિરોધ