ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જી.જી. હોસ્પિટલમાં રાત્રિના સમયે દર્દીના બે જૂથ વચ્ચે અથડામણ

01:44 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કહી શકાય તેવી જામનગરની પ્રતિષ્ઠિત ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલ (જીજી હોસ્પિટલ) ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોની કથિત નિષ્કાળજી અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી એક શરમજનક ઘટનામાં, તારીખ 1લી જૂનના રોજ રાત્રિના સમયે હોસ્પિટલ પરિસરમાં બની છે. જેમાં બે દર્દીઓ ના સગાના ટોળા વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો, જ્યારે હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સ ઘટનાસ્થળેથી ગાયબ જોવા મળ્યા હતા, જે તેમની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી દર્શાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ જીજી હોસ્પિટલના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા એક્સ-રે વિભાગના મુખ્ય દ્વાર પાસે દર્દીના બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષના યુવાનો એકબીજા પર લાફા અને ઢીકા પાટુ વડે તૂટી પડ્યા હતા. આશરે 15 થી 25 જેટલા શખ્સોના આ ટોળાએ જાહેરમાં મારામારી કરીને હોસ્પિટલના શાંત વાતાવરણને ડહોળી નાખ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જી દીધી હતી.

આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આ તત્વો બેફામપણે એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, અને હોસ્પિટલની ગરિમાને લજવી રહ્યા છે. આ શરમજનક ઘટનાક્રમ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ હતી કે હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા માટે જવાબદાર એવા સિક્યુરિટી ગાર્ડ્સ ક્યાંય નજરે પડ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિક્યુરિટી સ્ટાફ પોતાની ફરજ પર હાજર ન હતો અને કદાચ નસ્ત્રઊંઘતોસ્ત્રસ્ત્ર ઝડપાયો હતો. આ ઘટનાએ હોસ્પિટલની લાખો રૂૂપિયાના ખર્ચે ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ બાબતે હોસ્પિટલના સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે તેમને રાત્રિના સમયે આવા કોઈ ઝઘડાના સમાચાર મળ્યા હતા, અને તાત્કાલિક અસરથી સિક્યુરિટીને પોલીસને બોલાવીને મામલો શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. આ સમગ્ર બબાલ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મારામારી અને બુમાબુમના કારણે સર્જાયેલા ગભરાટના વાતાવરણમાં દર્દીઓ અત્યંત વિચલિત અને ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના બને અને સુરક્ષાનો સદંતર અભાવ જોવા મળે તે અત્યંત નિંદનીય છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વારંવાર વિવાદોમાં સપડાતી જીજી હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી, જેનો ભોગ નિર્દોષ દર્દીઓ અને તેમના સગાઓ બની રહ્યા છે.

Tags :
crimeGG hospitalgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement