For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયો

05:50 PM May 17, 2025 IST | Bhumika
સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયો

Advertisement

સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઇને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીનકૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં નાસતોફરતો સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની આખરે મહારાષ્ટ્રના પુણે શહેરથી ધરપકડ કરવામાં આવી છે.

સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયાં હતાં આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરાયાં હતાં. જમીન નીતિ મુજબ જ્યાં કોઈપણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવા સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે. તેમણે તેમના અધિકારીઓના પદનો દુરુપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે.

Advertisement

પોલીસ ફરિયાદ અને તપાસની પ્રક્રિયા જમીનકૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી અનંત પટેલને ગત મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement