ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં હથિયાર સાથેનો ફોટો વાઇરલ કરનાર શખ્સને ઝડપી લેતી સિટી સર્વેલન્સ સ્ક્વોડ

12:19 PM Jul 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

વેરાવળ પોલીસે સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર શખ્સને સીટી સર્વેલન્સ સ્કોડે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જીલ્લામાં અધિક જીલ્લા મેજી.સા.ના હથીયારબંધી જાહેરનામા મુજબના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂૂરી સુચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ. ઇન્સ.આર. આર.રાયજાદા, એ.એસ.આઇ. વજુભાઇ ઉગાભાઇ, રણજીતસિંહ ડોડીયા, પો.હેડ કોન્સ.સુનીલભાઇ માંડણભાઇ, કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા, ચિંતનભાઇ જગદિશભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પો.કોન્સ. પ્રદીપભાઇ વાલાભાઇ, અશોકભાઇ હમીરભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ સહીતનાએ ચોક્કસ બાતમીના આધારે સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર આરોપી ફેજાન ફિરોજખાન યુસુફજય રહે.વેરાવળ ને રામ ભરોચા ચોક પાસે રોડ પર હોય જેથી તેને છરી સાથે પકડી પાડી જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Tags :
crimegujaratgujarat newsvearaval news
Advertisement
Advertisement