ચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી 1.43 લાખ રૂૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ બજાવતા જુનીયર અન્જિનીયર રાજેશકુમાર ખીમજીભાઇ સેવરાની અઈઇએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ચોરવાડ નગરપાલીકા કચેરીમાં ફરિયાદીએ વર્ષ-2022 માં વોર્ડ નં-2 માં પેવર બ્લોકનું કામ કર્યું હતું.જેનું બીલ પાસ થતા બીલનો ચેક આપવા માટે આરોપી જુનીયર એન્જિનીયર રાજેશ સેવરાએ બીલના 15% લેખે રૂૂ.1,46,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
બીજીતરફ ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોઈ તેણે ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. જેને આધારે અઈઇએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં રૂૂ.1,43,000 ની લાંચ લેતા નગરપાલીકા ચોરવાડ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો. જૂનાગઢ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શનમાં પીઆઈ ડી.આર.ગઢવીએ પંચોની હાજરીમાં નગરપાલિકા કચેરી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું.