રાજકોટમાં બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું, 20 બાળકોને મુકત કરાવ્યા
મોરબી રોડ ઉપર ગોપાલ રેસિડન્સીમાં એસઓજી અને ક્રાઇમ બ્રાંચનો દરોડો, બંગાળી શખસની ધરપકડ
રાજકોટ માં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને પકડી લેવાના પોલીસના ઓપરેશન બાદ રાજકોટમાં બંગાળના બાળકોની તસ્કરીનું મોટું રેકેટ બહાર આવ્યું છે.રાજકોટ ની બેડી ચોકડી પાસેના મોરબી રોડ નજીક ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાંનાના બાળકોને ગોંધી રાખી તેની પાસે મજૂરીકામ કરાવતો હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે મોડી રાત્રીના દરોડો પાડી બંગાળી શખ્સની ધરપકડ કરી 20 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા.પોલીસ તપાસ કરતાં 12થી 18 વર્ષના બાળકો પાસે બંગાળી શખ્સ મજૂરીકામ કરાવતો હોવાનું ખુલ્યું હતું.
મળતી વિગતો મુજબ રાજકોટમાં બંગાળના બાળકોની માનવ તસ્કરી અંગેની માહિતી અને આધારે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, અને એસીપી ક્રાઈમ ભરત બીબસીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ એમ આર ગોંડલીયા,એમ.એન.ડામોર, સીએચ જાદવ તેમજ એસોજીનો પીઆઇ એસએમ જાડેજા અને તેમની અલગ-અલગ ટીમોએ મોડી રાત્રીના મોરબી રોડ પર આવેલ ગોપાલ રેસિડેન્સીમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં મકાનમાં ઇમિટેશનની મજૂરી કામ કરતાં 12થી 18 વર્ષની ઉમરના 20 બાળકો મળી આવ્યા હતા.
છેલ્લા એક માસથી પોલીસે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરીઓને પકડવા ઓપરેશન શરૂૂ કર્યું હતું. તે દરમિયાન બંગાળના બાળકો સાથે બાળ મજૂરી કરાવતો અજીત ઉલ્લા નામનો શખ્સ ગોપાલ રેસિડેન્સીમાં બાબુભાઈ ગોપાલભાઈ બાળાનું મકાન ભાડે રાખી અજીત ઉલ્લા નામનો શખ્સ બાળકો પાસે ઇમિટેશનની મજૂરી કામ કરાવતો હોવાનું બહાર આવતાં પોલીસે તમામ બાળકોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલે ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી છે. તેમજ બાળકો પાસે મજૂરી કામ કરાવતો અજીત ઉલ્લા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી બાળકોના પરિવારજનોને આ બાબતે જાણ કરી તેના પરિવારને સોંપવા માટેની કાર્યવાહી કરી છે.
હાલમા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બંગાળની બાળકોને કઇ રીતે રાજકોટમા લાવવામા આવ્યા તે ઉપરાંત આ રેકેટ આંતર રાજય હોવાનુ માનવામા આવી રહયુ છે. બંગાળથી બાળકોને ગુજરાત લાવી અને તેમની પાસેથી મજુરી તેમજ ભીક્ષાવૃતી કરાવવામા આવતી હોવાની શંકા વ્યકત કરવામા આવી રહી છે. રાજકોટ ઉપરાંત આ ગેંગ અન્ય કયા કયા રાજયોમા સક્રીય છે. તેમજ પકડાયેલ બંગાળી શખસ સાથે કનેકશન ધરાવતા અન્ય શખસો સુધી પહોંચવા તેમજ આ રેકેટમા કોણ કોણ સંડોવાયેલુ છે તે દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ સહીત ગુજરાત ભરમા બાળ શોષણ અને બાળ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ થાય તેવી શકયતા છે. બંગાળથી બાળકોને રાજકોટ લાવી તેમની પાસે મજુરી કામ કરાવવામા આવતુ હતુ. પોલીસે બાળ અને કિશોર મજુરી પ્રતિબંધ અને નિયમન અધિનીયમ 1968 હેઠળ કાર્યવાહી કરી છે.
સમગ્ર મામલે તપાસ માટે બંગાળ પોલીસના રાજકોટમાં ધામા
રાજકોટમાથી બંગાળનાં બાળકોનુ માનવ તસ્કરીનુ રેકેટ પકડાયા બાદ આ મામલે રાજકોટ પોલીસે બંગાળ પોલીસને જાણ કરી હોય રાજકોટમા ગોપાલ રેસીડેન્સીમા રહેતા મુળ બંગાળનાં અજીતઉલ્લાનુ નામ ખુલ્યુ હોય બંગાળ પોલીસમા પણ તેનાં વિરુધ્ધ ગુનો દાખલ થયો હોય. બંગાળમા પણ બાળકોની પાસે મજુરી કરાવવા બાબતે નોંધાયેલા ગુનામા અજીતઉલ્લાહ ફરાર હોય જે અંગેની જાણ રાજકોટ પોલીસે બંગાળ પોલીસને કરતા બંગાળ પોલીસની એક ટીમ રાજકોટ દોડી આવી છે. અને આ મામલે રાજકોટમા ઝડપાયેલા અજીતઉલ્લાનો કબજો લેવા તેમજ આ પ્રકરણની ઉંડાણ પુર્વક તપાસ શરૂ કરી છે. અજીતઉલ્લા સાથે આ મામલે અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે. તે સહીતની બાબતોનો બંગાળ પોલીસની પુછપરછમા પર્દાફાશ થઇ શકે છે.
રાજકોટ પોલીસે બંગાળ પોલીસની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડયું
મોરબી રોડ પર એક સોસાયટીમા બંગાળનાં બાળકોને ગોંધી રાખી તેમની પાસે મજુરી કરાવવામા આવતી હોવાની માહીતીનાં આધારે એસઓજી અને ક્રાઇમ બ્રાંચે દરોડો પાડયો હોય જેમા તપાસ દરમ્યાન આ બાળકો પાસે મજુરી કરાવનાર મુસ્લીમ શખસનુ નામ ખુલ્યુ હોય જે મામલે બંગાળ પોલીસની મદદથી રાજકોટ પોલીસે માહીતી એકત્ર કરી હતી. પ.બંગાળમા પણ વર્ધમાન જીલ્લાનાં એક ગામમા રહેતા અજીતઉલ્લા સામે ગુનો નોંધાયો હોય. બંગાળ પોલીસે આપેલી ચોકકસ માહીતીનાં આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી તેમજ એન્ટી હયુમન ટ્રાફીક યુનીટ એ આ ઓપરેશન પાર પાડયુ હતુ. બંગાળ પોલીસ પાસે અજીતઉલ્લાની તમામ માહીતી હતી. પોલીસ દરોડા પુર્વે બાળકોને મોરબી રોડથી બેડી ચોકડી પાસે એક મકાનમા તેણે બાળકોને મોકલી આપ્યા હતા. છતા પોલીસે તેને શોધી કાઢયા હતા.