મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત
મોરબીના રંગપર ગામ નજીક આવેલ વાઈડ એંગલ સેનેટરી કારખાનામાં બાળકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રંગપર ગામની સીમમાં વાઈડએંગલ સેનેટરીમા રહેતા અરવિંદભાઈ સંતોષભાઈ સીસોદીંયા (ઉ.14) ને કારખાનામાં વીજ શોક લાગતા તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેટથી આગળ ક્રોમા સેન્ટર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ટિટુભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના સાજેલી ગામે રહેતા કાનજીભાઇ રમેશભાઈ ડામોર (ઉ.વ.42) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન બેદરકારી અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદીના ભાઇ ટિટુભાઇને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ટિટુભાઈનુ મોત નિપજ્યું હતું. જ્યારે વાહન ચાલક નાસી ગયો હોવાથી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.