ધરારનગર માર્કેટમાં કપડા વેંચવા બેઠેલા વેપારી ઉપર બિહારી શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
શાહેરમાં સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક ધરારનગર માર્કેટમાં કપડા વેંચતા યુવાન સફાઈ કરતો હતો ત્યારે બાજુમાં કટલેરીનો ધંધો કરતા બિહારી શખ્સોએ ધુળ ઉડવા મુદ્દે ઝઘડો કરી હુમલો કર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક ધરારનગર માર્કેટમાં કપડા વેંચી ગુજરાન ચલાવતાં જગદીશભાઇ મુળાભાઇ આશરા (ઉ.વ.40) નામના યુવાનને તે ધરારનગર માર્કેટમાં પોતાની જગ્યાએ હતો ત્યારે બાજુમાં કટલેરીનો થડો રાખી ધંધો કરતાં પરપ્રાંતિય શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
જગદીશભાઇના કહેવા મુજબ હું મારા કપડાના થડા પાસે સફાઇ કરતો હતો ત્યારે બાજુમાં બેસતાં બિહારના કટલરીના થડાવાળાએ અમારા સામાનમાં ધુળ ઉડે છે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.
