હળવદમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાંથી 45.12 લાખનું કેમિકલ ઝડપાયું
ત્રણ શખ્સો ફરાર: રૂા.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
હળવદમા એસઓજી પોલીસે સપ્તાહમાં બીજી રેડ કરી છે જેમાં શહેરમાંથી ગાંજા સાથે આરોપી ઝડપી લીધા બાદ શક્તિ નગર પાસે ઈન્ડસ્ટ્રીયલ એરીયામા કેમીકલ હેરાફેરી દરમિયાન દરોડો પાડતાં 63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એસઓજીની મળેલી બાતમીના આધારે હળવદ ધ્રાંગધ્રા હાઇવે શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આધ્યાશક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે એસઓજીએ દરોડા પાડતા. ત્યાંથી એક ટેન્કરમાંથી ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી કરતા ત્રણ શખ્સો સ્થળેથી ટેન્કર મૂકી નાસી ગયા હતા.
એસઓજીની ટીમે રૂૂ.- 15 લાખની કિમતનું GJ-12-BW-9237 નંબરનું ટેન્કર સાથે 3 લાખની કિંમતનો GJ-27-TT-7634 નંબરનો બોલેરો અને કુલ રૂૂ.- 45,12,402નું કેમિકલ તથા મોબાઈલ અને કેમિકલ કાઢવાના સાધનો સહીત કુલ રૂૂ.- 63,17,702નો મળેલ મુદામાલ એસઓજીએ કબ્જે કરી હળવદ પોલીસને સોપી તે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આમ મોરબી એસઓજી પોલીસે દરોડો પાડી હળવદમા સપ્તાહમાં બીજી રેડ પાડી હતી.