પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને સ્કૂલ ના ઉપરના માળે લઈ જઈ ને દુષ્કર્મ આચારવાનો કેસમાં શિક્ષણ જગતમાં લાંચન લગાડનાર હલકટ શિક્ષક વિરૂૂધ્ધ ગુનો માધવપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ માત્ર નવ દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી જરૂૂરી તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં પોરબંદર પોલીસે ઝડપી કાર્યવાહી કરી પ્રસંશનીય ફરજ અદા કરી છે.
પોરબંદર જિલ્લાના માધુપુર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રના મંડેર ગામે સરકારી પે.સેન્ટર શાળામાં ભણતી 13 વર્ષની વિદ્યાર્થીની ઉપર તેજ શાળામાં શિક્ષક તરીકે બજાવતા વિપુલ બાબુભાઈ ગોહિલ દ્વારા દુષ્કર્મ આચરવા અંગેનો અતિગંભીર ચકચારી બનાવ બનેલ જે બાબતની એફ આઈઆર માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.ર0029/2025 બી એન.એસ.કલમ-64(2)(એફ), (આઈ ),(એમ), 65(1), 351(3) તથા પોક્સો એક્ટ કલમ 4,6,8,10 મુજબ તારીખ 28/01/2025 ના રોજ નોંધાયેલ છે.
મંડેર ગામે પ્રાથમિક શાળા ના શિક્ષક દ્વારા શાળામાં ભણતી 13 વર્ષની વિદ્યાર્થીની ઉપર આચરવામાં આવેલ દુષ્કર્મ નો બનાવ ખુબ જ ગંભીર અને ચકચારી હોઈ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાનાઓના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લા અધિક્ષક ભગીરથસિંહ જાડેજાઓના દ્વારા સદર ગુનાની ઊંડાણ પૂર્વક અને તલસ્પર્શી તપાસ કરી ખૂબ જ ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવા સૂચના આપવામાં આવેલ.
જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવાવ વિભાગના સુરજીત જી. મહેડું નાઓના સુપર વિઝન હેઠળ તપાસ કરનાર અધિકારી એસ. એસ.ગામેતી પોલીસ ઇન્સ્પેક્ટર નવીબંદર પોલીસ સ્ટેશનનાઓ દ્વારા તપાસ લગત મહત્વના ઇલેક્ટ્રોનિક, સાયન્ટિફિક, બાયોલોજીકલ તેમજ સંયોગીક પુરાવાઓ એકત્રિત કરી,મહત્વના સાહેદો ચકાસી, અગત્યના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી તેમજ અગત્યના સાહેદોના નામદાર કોર્ટમાં નિવેદનો લેવડાવી માત્ર આઠ દિવસની તપાસ બાદ નાયબ પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ રાણાવાવ વિભાગના ઓ પાસે ડ્રાફ્ટ ચાર્જશીટ એપ્રુવ્ડ કરાવી તેમજ મુખ્ય સરકારી વકીલનું ચાર્જશીટ વેરીફિકેશન સર્ટી મેળવી નવમાં દિવસે ચાર્જશીટ કરવામાં આવેલ છે.
જેમાં ઘટનાને સંબંધિત મહત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ કબજે કરી ડીએફએસએલ ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે. બાયોલોજીકલ તથા મેડિકલ નમૂના કબ્જે લઈ આર.એફ. એસ. એલ. જૂનાગઢ ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે. બનાવને લગત સાહેદોને તપાસવામાં આવેલ છે. તેમજ મહત્વના સાહેદોના નામદાર કોર્ટમાં નિવેદનો નોંધવામાં આવેલ છે.
અગત્યના દસ્તાવેજી પુરાવો તેમજ મેડિકલ સર્ટિફિકેટ મેળવી તપાસમાં સામેલ રાખવામાં આવેલ જેવા મહત્વના પુરાવાઓ એકત્રિત કરેલ છે.આ ઉપરાંત ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારી વકીલ તથા નામદાર કોર્ટ સાથે સંકલન કરી કેસની ન્યાયીક પ્રક્રિયા ઝડપથી ચાલે તે માટે સુનિશ્ચિત કરવામાં આવશે.
ચકચારી કેસની ઝડપી તપાસ કરનાર અધિકારી તથા કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.ગામેતી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. ચુડાસમા તથા એ.એ. ડોડીયા તથા પોલીસ હેડ કોસ્ટેબલ અશોકભાઈ માલદેભાઈ ચુડાસમા, અશોકભાઈ ગોવિંદભાઈ બાલાસ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ માલદેભાઈ સુત્રેજા તથા સંજયભાઈ નાથાભાઈ મારૂૂ વગેરે રોકાયેલા હતા.