અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ
પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલ હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરા સામે પોલીસે 57 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ કેસમાં પેલીસે 71 સાક્ષીની જુબાની લીધી છે. જ્યારે 22 પંચનામા કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસની 10થી વધુ ટીમોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી તપાસ કરી હતી.
જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની કડક સૂચનાઓના પગલે, પોરબંદર પોલીસે અપહરણ, ગોંધી રાખવા અને ખંડણી જેવા ગંભીર ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને તેના બે સાગરીતો વિરુદ્ધ ઝડપથી તપાસ પૂર્ણ કરી, ઘટનાના 57 દિવસમાં જ વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા અને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હિરલબા ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા, (ઉ.વ.58, રહે. સુરજપેલેસ, કાવેરી હોટલની બાજુમાં, પોરબંદર), હિતેશભાઈ ભીમાભાઈ ઓડેદરા, (ઉ.વ.28, રહે. વ્રજવાટિકા સોસાયટી, બોખીરા, પોરબંદર) અને વિજય ભીમાભાઈ ઓડેદરા, (ઉ.વ.24, રહે. વ્રજવાટિકા સોસાયટી, બોખીરા, પોરબંદર) સામે પોલીસે તપાસ દરમિયાન કુલ 71 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 22 પંચનામા કરવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુલ 10 પોલીસ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. તપાસનો વ્યાપ ગુજરાત પૂરતો સીમિત ન રહેતા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસની તપાસ અને ચાર્જશીટ ઙઈં આર.સી. કાનમિયા, અજઈં સી.એસ. તમખાને, ઞઇંઈ જે.જે. ઓડેદરા, ઞઙઈ સંજય નાથાભાઈ, અરવિંદ કરશનભાઈ, લખુ નેભાભાઈ દ્વારા કરવામાં આવી હતી.હિરબા જાડેજાના બેન્ક એકાઉન્ટ અંગેની તપાસમાં 14 ખાતાની માહિતી મળી હતી. જેમાં કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોનું હવાળા નેટવર્ક બહાર આવ્યું હતું. આ કેસમાં હિરલબા ઉપરાંત તેના ડ્રાઈવર રાજુ મેર, મોહન વાજા, અજય ચૌહાણ સામે પણ ગુનો નોંધાયો હતો. 4 કરોડની લેવડદેવડ મામલે સાયબર ક્રાઈમે પણ ગુનો નોંધ્યો હતો.