સિમેન્ટના વેપારી સાથે 5.50 કરોડની છેતરપિંડી
પુના રહેતા પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ: કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા સેબીમાં ખોટા ઈમેલ પણ કર્યા
રાજકોટના સેમેન્ટના વેપારીને સાથે સિમેન્ટનું પ્રોડકશન શરૂૂ કરવા જરૂૂરી મશીનરી વેચાણ કરવનાના નામે રૂૂ.5.50 કરોડની છેતરપીંડી કરનાર પુનાના પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી નોંધાઈ છે. બન્નેની ધરપકડ માટે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે વધુ તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પરના પુષ્કરધામ નજીક આવેલ પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે નક્ષત્ર હાઈટસમાં વાસુકી સિમેન્ટ પ્રા. લી. નામની કંપનીની ઓફિસ ધરાવતાં બંકીમભાઈ કાંતીલાલ મહેતા (ઉ.વ. 40)ને સિમેન્ટનું પ્રોડકશન શરૂૂ કરવા માટે માળિયા-મિયાણાના વરસામેડી ગામે પ્લાન્ટ શરૂૂ કરવાનો હતો સિમેન્ટ ગ્રાઈન્ડિંગની મશીનરી ખરીદવા માટે પુનામાં ભાગીદારીમાં કિર્તી શ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતો જગદિશ ભક્તાવરમલ ચાંડાક અને તેના પુત્ર અદીતને રૂૂ. 5.50 કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. પરંતુ બંને આરોપીઓએ આજ સુધી મશીનરી કે રકમ નહીં આપી છેતરપીંડી કર્યાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.આરોપીઓએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા રીર્ટન થયા હતા. તેની કંપનીના મેનેજર નવલનગરના જસ્મીનભાઈ માઢકને કોર્ટમાં કાર્યવાહી કરવા ઓથોરિટી આપી હતી. બંને આરોપીઓ ગઈ તા. 11ના રોજ કોર્ટમાં મુદતે આવ્યા હતા. ત્યારે કંપનીના મેનેજર જસ્મીનભાઈને કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી. તેમજ પિતા પુત્રએ કંપની ખોટી હોવા અંગે સેબીમાં ખોટા ઈ-મેઈલ પણ કર્યા હતા. તેમજ જુદી-જુદી સરકારી કચેરીઓમાં તેની કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પત્રવ્યવહારો પણ કર્યા હતા.
*