ગઢડામાં સીસીઆઈનો કોમ્પ્યુટર ઓપરેટર અને જીનનો સંચાલક 265 કિલો કપાસની લાંચ લેતા પકડાયા
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની થતી ખરીદીમાં ખેડૂતને પરેશાન કરી 19798 ની કિંમતના 265 કિલો કપાસની લાંચ લેતા સીસીઆઈ નો કોન્ટ્રાક્ટ બેઝ કોમ્પ્યુટર ઓપરેટર અકરમઅલી શૌકતઅલી પટવારી અને સીસીઆઈના ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ગઢડાના જીનના સંચાલક ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ બોદરને 265 કિ.ગ્રા. કપાસ જેની કિં.રૂૂા.19,798 લાંચ તરીકે સ્વીકારતા એસીબીએ ઝડપી લીધા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવામાં આવે છે. ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારી-અધિકારી તથા કોટન મીલના સંચાલકો દ્વારા કપાસની વૈજ્ઞાનિક ઢબે ગુણવત્તા ચકાસી ખરીદી કરે છે. જે ખેડુતો પાસેથી થતી કપાસની ખરીદીમાં સીસીઆઈ ના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડુતોના કપાસની કોઇ વૈજ્ઞાનીક ઢબે ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ નબળો છે. સીસીઆઈ આવા કપાસની ખરીદી નહી કરે તેવા યેનકેન પ્રકારે બહાના કાઢી ખેડુતોને હેરાન પરેશાન કરી ખેડુતો લાવેલ કપાસનુ વજન ઓછું દર્શાવી અંગત નાણાંકીય લાભ મેળવવાના આશયથી તે કપાસ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચારની રીત રસમ અપનાતા હોય જે મામલે એસીબીમાં થયેલી ફરિયાદ બાદ ગત 5 માર્ચ 2025ના રોજ એસીબીએ છટકુ ગોઠવ્યું હતું.
જેમાં પંચની હાજરીમાં ફરિયાદીનું કપાસ ભરેલા ટ્રેક્ટરનું કોમ્પ્યુટરરાઇઝડ વજન કર્યું અને ત્યાર બાદ કપાસની ગુણવત્તા ચકાસ્યા વગર કપાસ ખાલી કરાવી નાખ્યો અને ખાલી ટ્રેક્ટરનું વજન કરાવતા કોમ્પ્યુટરરાઇઝડ વજનકાંટાની સ્લીપ આપી હતી. જેમાં કપાસનું નેટ વજન 2745 કિલોગ્રામ થતું હતું. બાદ ફરિયાદી ઇનવોઇસ લેવા જતા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ઓનલાઈન સાઇટ બંધ થઈ ગઈ હોવાથી આવતીકાલે બિલ બનાવડાવીને લઈ જતો તેવું કોટન મીલના સંચાલકે જણાવ્યું હતું. ત્યારે બીજા દિવસે ફરી વખત ફરિયાદીને પંચ સાથે મોકલતા કોટન મીલના સંચાલકે કોમ્પ્યુટરરાઇઝડ વજનકાંટાની પહોંચ જોઇ તેના ઉપરથી એક કાચી ચિઠ્ઠીમાં કપાસનું વજન 2745 કિગ્રાના બદલે 2480 કિગ્રા લખી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના બિલ બનાવવા મોકલ્યા હતા. કોટન મીલના સંચાલકના કહેવાથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાકટર બેઝ કોમ્પ્યુટર ઓપરેટરે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પોર્ટલમાં 2480 કિગ્રા કપાસની ખરીદીનું ઇનવોઇસ બનાવ્યું હતું.
તે રીતે ઇનવોઇસ જોતા 20 કિગ્રા કપાસના 1494 રૂૂપિયા લેખે 1 કિગ્રા કપાસના 74.71 રૂૂપિયા ભાવ મુજબ ઓછો દર્શાવી કપાસ 265 કિગ્રાના 19,798ના કપાસનું કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારી અને કોટન મીલના સંચાલકે એકબીજાની મદદ કરી ગેરકાયદેસર પોતાના અંગત આર્થિક ફાયરા માટે લાંચ મેળવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. આરોપી ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ બોદરના કહેવાથી આરોપી અકરમઅલી શૌકતઅલી પટવારીએ કપાસનું સીસીઆઈ કર્મચારી તથા કોટન મીલના સંચાલકે એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે પોતાના અંગત આર્થિક ફાયદા સારૂૂ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચાર કરી ડીકોયના લાંચના છટકા દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યો હતો.ભાવનગર એકમ ઇન્ચાર્જ મદદનિશ નિયામકના માર્ગદર્શન હેઠળ એસીબીના ટ્રેપીંગ અધીકારી આર.ડી. સગર અને ટીમની ટીમે કામગીરી કરી હતી.