For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચકચારી નિખિલ હત્યા કેસમાં સીબીઆઈની ટીમ મોરબી પહોંચી, પરિવારના નિવેદન લેવાયા

11:17 AM Oct 15, 2024 IST | Bhumika
ચકચારી નિખિલ હત્યા કેસમાં સીબીઆઈની ટીમ મોરબી પહોંચી  પરિવારના નિવેદન લેવાયા
Advertisement

નવ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં સીઆઈડી પાસેથી તપાસ લઈ સીબીઆઈને સોંપવામાં આવી હતી

શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અગાઉ સ્થાનિક પોલીસ અને સીઆઈડીએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી ના શકી હોય જેથી પરિવારે સીબીઆઈ તપાસ માંગી હતી જેને હાઇકોર્ટે મંજુર કરી છે હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો હુકમ કર્યો છે.

Advertisement

15-12-2015 ના રોજ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાનો 13 વર્ષનો પુત્ર નીખીલ તપોવન વિધાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ના હતો અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતી બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કેસની પોલીસે તપાસ ચલાવી હતી જોકે નિખિલના હત્યારા કોણ છે તેના સુધી પોલીસ પહોંચી સકી ના હતી કે કારણ પણ જાણી ના શકી હતી નિખિલ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું જેથી પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી પરંતુ સીઆઇડી ટીમે પણ વર્ષો સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ના હોય જેથી પરિવારે ઈઇઈં તપાસ માંગી હતી હાઇકોર્ટે નિખિલ હત્યા કેસમાં વર્ષોની તપાસ બાદ પણ સીઆઇડી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના હોવાનું નોંધ્યું હતું અને પરિવારની માંગણી સ્વીકારી હાઈકોર્ટે ઓગસ્ટ 2024 માં કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો જે કેસની તપાસ સીબીઆઈને સોપવામાં આવી હોવાથી આજે ઈઇઈં ટીમ મોરબી આવી હતી અને હત્યા કેસ અંગે વિવિધ સ્થળે તપાસ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement