નકલી દસ્તાવેજોના આધારે કાર લોન લેવાનું કૌભાંડ
રાજકોટની વિજય કોમર્સિયલ બેંકના મહિલા મેનેજર સહિત પાંચ સામે 93 લાખની ઠગાઇની ફરિયાદ
ડોકયુમેન્ટ અને આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી તેમજ કારના કવોટેશન ઊભા કરી 10 કારની લોન મહિલા મેનેજરે પરીચિતોના નામે પાસ કરી દીધી
બે વ્યક્તિએ મેઇન બ્રાન્ચમાં અરજી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ : વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમ હેઠળ કાર્યવાહી
રાજકોટ શહેરમા મંગળા રોડ પર આવેલી વિજય કોમર્શિયલ કો. ઓ. બેંકના મહીલા મેનેજર સહીત પાંચ શખ્સોએ પોતાના પરીચીતો અને સગા સબંધીઓના નામે ખોટા ડોકયુમેન્ટ, આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલીસી અને કારના કવોટેશન ઉભા કરી 10 લોકોને કારની લોન પાસ કરી રૂ. 93 લાખની ઠગાઇ કરી બેંકને આર્થીક નુકસાન પહોંચાડયુ હતુ. આ ઘટનામા બે વ્યકિત દ્વારા બેંકની મેઇન બ્રાંચમા કરાયેલી અરજી મારફતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પોલીસમા મહીલા મેનેજર સહીત પાંચ સામે ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ મોટા મવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા પેનટાગોન ટાવરમા રહેતા અને છેલ્લા ર3 વર્ષથી કનક રોડ ફાયર બ્રિગેડ પાસે આવેલી વિજય કોમર્શિયલ કો. ઓ. બેંકની મેઇન બ્રાંચમા આસીસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા દુર્ગેશભાઇ વ્રજલાલભાઇ આચાર્ય (ઉ.વ. 47) એ પોતાની ફરીયાદમા શ્રુજય સંજય વોરા, લક્ષ્યાંક શૈલેષ વિઠલાણી, જૈન સાયન્ટીફીક ઉધોગના નામની પેઢીના જવાબદાર વ્યકિત તેમજ મહાકાલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મીત મહેશભાઇ પરમાર અને દેવીકાબેન વસા (બ્રાન્ચ મેનેજર મંગળા રોડ શાખા) વિરુધ્ધ કાવત્રુ, વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી સહીતની કલમો હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમા ગુનો નોંધવામા આવતા પીઆઇ આરજી બારોટ અને સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દુર્ગેશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે ચારેક મહીના પહેલા વિરેન પાંઉ અને સમીર અધ્યાય પોતાની મેઇન બ્રાંચમા એક લેખીત અરજી આપી હતી જેમા શ્રુજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણીના નામ હતા અને જેમા બેંક લોન બાબતની અરજી થઇ હતી તેમજ વિરેન પાંઉ અને સમીરે મંગળા રોડ પર આવેલી વિજય કોર્મશિયલ બેંકમાથી કાર લોન મેળવી હતી.
આ ઘટનામા તપાસ કરતા મંગળા રોડ પરની બ્રાંચના મેનેજર દેવીકા વસાએ રાઠોડ રવજીભાઇ નાથાભાઇને 10 લાખની કાર લોન આપી હતી. દિવ્યાબેન વસંતભાઇ ગૌસ્વામીને 9.70 લાખની લોન, દીપાબેન શૈલેષભાઇ વિઠલાણીને 9 લાખની લોન, બધેકા ઉદય મનીષભાઇને 9.70 લાખની લોન, વિક્રમ શૈલેષ વિઠલાણીને 9.30 લાખની લોન , નિકીતાબેન મનીષભાઇ બધેકાને 9 લાખની લોન, દિવાન રાજેશ વેકરીયાને 9 લાખની લોન, સમીર સુરેશ અઢીયાને 9.4પ લાખની લોન, વિરેન મુકુંદરાય પાંઉને 9.પ0 લાખની લોન અને સોનુબેન મહેશભાઇ ભોજાણીને 8.પ0 લાખની લોન એમ કુલ 93.1પ લાખની લોન મંગળા રોડ શાખાના બ્રાંચ મેનેજર દેવીકાબેન વસાએ મંજુર કરી હતી. તેમજ આ લોન બાબતે ખરાઇ કરવામા આવતા 10 લોન ધારકોના કોટેશન મહાકાલ એન્ટરપ્રાઇઝના નામે હતા.
10 લોકોની લોન પૈકી 3 લોન ધારકોના રૂ. ર8.70 લાખ જે રેસકોર્સ પાસે આવેલી એસબીઆઇ બ્રાંચમા મહાકાલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મિત પરમારના ખાતામા જમા થયા હતા તેમજ અન્ય 10 લોન ધારકોના 64.4પ લાખ રૂપીયા મોરબી ખાતે આવેલી યશ બેંક બ્રાંચમા ખાતુ ધરાવતા જૈન સાયન્ટીફીક ઉધોગના પ્રોપરાઇટર દિપક ચંદુલાલ દોશીના ખાતામા જમા થયા હતા.
આ સમગ્ર કૌભાંડની તપાસમા જાણવા મળ્યુ હતુ કે આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલીસી અને કાર ખરીદીના કોટેશનો લોનના ડોકયુમેન્ટમા દર્શાવવામા આવી ન હતી. આ સમગ્ર જવાબદારી બેંક શાખાના મેનેજરની હોય છે જે ચકાસણી થઇ ન હતી અને કોઇપણ કાર લોન ખાતેદારના લેખીત પરવાનગી લીધા વગર શાખાના મેનેજર દેવીકાબેન વસાએ અને આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ રચી 10 લોનના રૂ. 93.1પ લાખની ભરપાઇ ન થઇ શકે તેવી રકમ કાર ખરીદી માટે આપેલા કોટેશનમા દર્શાવવામા આવી નહોતી અને સમગ્ર કૌભાંડના નાણા બે ભેઢીના બેંક ખાતામા જમા કરાવડાવી બેંકને આર્થીક નુકસાન પહોંચાડયુ હતુ આ મામલે એ ડીવીઝન પોલીસના પીઆઇ બારોટ સહીતની ટીમ દ્વારા આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરવામા આવી છે.