ગોંડલના ગુંદાળા પાસેથી રૂા.1.60 લાખના દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ ગુંદાળા રોડ જસમતનગર નજીક થી ગ્રામ્ય એલસીબીની ટીમે રૂૂ.1.60 લાખનો દારુ બીયર ભરેલી રેનોલ્ટ કાર કબજે કરી હતી આ દરોડા માં દારૂૂ લાવનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો. એલસીબીની ટીમે દારુ બીયર સહીત રૂૂ. 2.60 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે. મળતી વિગતો મુજબ ગોંડલ ગુંદાળા રોડ જસમતનગરની સાર્વજનીક જગ્યામાં શંકાસ્પદ રીતે પડેલી રેનોલ્ટ કંપનીની સીલ્વર કલરની નંબર પ્લેટ વિનાની કારની તલાશી લેતા તેમાંથી રૂૂ.54,500નો 299 બોટલ વિદેશી દારૂૂ તેમજ 1,05,600 480 બીયર ટીન મળી કુલ કી.રૂૂ.1,60,100નો દારૂૂ બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
એલસીબીની ટીમે દારુ બીયર સહીત રૂૂ. 2.60 લાખનો મુદામાલ કબજે કરી દારૂૂ-બીયર ભરેલી કાર કોની છે અને આ દારૂૂ બીયરનો જથ્થો કોણે મંગાવ્યો તે બાબતે વધુ તપાસ શરુ કરી છે. રેંજ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લાના પોલીસ અઘિક્ષક હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય એલ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવીરસીંહ રાણા તથા બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા અનિલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.