ગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી સ્વીફ્ટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા સ્વિફટ કાર, મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 7,81,600 નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે સ્વિફટ કાર માં વિદેશી દારુનો જથ્થો આટકોટ થી જુનાગઢ તરફ જઇ રહ્યો છે.જેથી પી.આઇ. એ.ડી. પરમાર,પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા સહિત નાં સ્ટાફે જેતપુર રોડ પર એશિયાટિક કોલેજ પાસે વોચ ગોઠવી એમએચ 48 સીકે 2497 નંબરની સ્વીફ્ટ કાર ને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા કુલ રૂૂપિયા 7,81,600 ના મુદ્દા માલ સાથે મહંમદ નાવેદ અન્સારી (ઉંમર વર્ષ 25 રહે અમદાવાદ વસ્ત્રાપુર) ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ ગુનામાં અન્ય આરોપી શ્યામ પીતલાણી રહે અમદાવાદ વાળા ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
જડપાયેલ મહમદ નાવેદ અમરેલી તથા ગોંડલ પોલીસ ચોપડે ચડી ચુક્યોછે.જ્યારે શ્યામ પિતલાણી સામે વઢવાણ તથા સુરેન્દ્રનગર પોલીસ માં ગુન્હા નોંધાયા છે.