For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી

11:58 AM Aug 07, 2025 IST | Bhumika
ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર દારૂૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનના ઙઈં એચ.વી. રાઠોડની સૂચના મુજબ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા અને અન્ય પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે ધ્રોલથી જોડિયા તરફ જતા રોડ પર સોના સ્ટોન પાસે એક શંકાસ્પદ ક્રેટા કાર પડેલી છે.

Advertisement

બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. ત્યાં એક ક્રેટા કારમાં વિદેશી દારૂૂની 481 બોટલો મળી આવી હતી. કારનો ચાલક ઘટનાસ્થળે હાજર ન હતો અને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઇંછ-70-ૠ-6087 નંબરની ક્રેટા કાર કિંમત રૂૂ. 6,00,000 અને અલગ-અલગ કંપનીની વિદેશી દારૂૂની 481 બોટલો કિંમત રૂૂ. 6,46,780 મળી કુલ રૂૂ. 12,46,780નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ દારૂૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વ્યક્તિઓની શોધખોળ શરૂૂ કરી છે. આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના ઙઈં એચ.વી. રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement