ભાવનગરના તળાજા હાઇવે પર કાર ચાલકે યુવતીના પગ - વાળ પકડી માર માર્યો
કાયદો હાથમાં લેનાર નું પોલીસ રીકંટ્રક્શન ના બહાને આરોપીઓના સરઘસ કાઢે છે તેમ છતાંય કેટલાક ઈસમો સુધરવાનું નામ લેતા નથી.ઉલ્ટાનું પોલીસ અમારું કશું કરી નહિ લ્યે તેવા શબ્દોનો પ્રયોગ કરી ને મહિલા વર્ગની સાથે પણ દુર્વ્યવહાર કરતા હોય છે.
આવો જ એક બનાવ ગઈકાલ રાત્રે તળાજા નજીક હાઇવે પર બન્યો હતો. તળાજા ના હુડકો વિસ્તારમાં રહેતા ડોડીયા કોળી પરિવાર ના કાજલબેન તથા તેના ભાઈ અજય બંને સાંજ ઢળ્યા બાદ બાઈક લઈ ગોરખી થી તળાજા આવી રહ્યા હતા.
આ સમયે રસ્તાપર થી પસાર થતી કાર ના ચાલકે બે ફિકરાઈ થી કાર ચલાવતા અજય એ કાર બરાબર ચલાવવા નું કહેતા કાર ચાલક એ પ્રારંભ હોટલ પાસે કારમાં બેસેલ મહિલા વર્ગને ઉતાર્યા બાદ બાઈક નો પીછો કરી કારમાંથી ત્રણ યુવાનો ઉતરેલ હતા.
તેઓ અજય અને તેના બહેન સાથે ખરાબ વર્તન કરવા લાગેલ.યુવતીએ મીડિયા ને જણાવ્યું હતુ કે હું માફી માંગતી હતી તેમ છતાંય ત્રણેય ઈસમોએ પગ અને વાળ પકડી લીધા હતા.
પોતે હેલ્પ હેલ્પ ની રાડો પાડવા લાગીહતી જેને લઈ અન્ય કાર ઉભી રહેતા ત્રણેય યુવાનો કાર લઇનેજ ભાગ્યા હતા.આ યુવાનો પોલીસ સાથે સંબંધ હોય કશું કરશે નહીં તેમ કહેતા ગયા હતા.
યુવતી નો આરોપ એવો પણ હતોકે ત્રણેય પીધેલા હતા. અજય એ કાર નો એક ફોટો પણ મીડિયા ને આપ્યો હતો. જેમાં સુરત પાસીંગ ની 6056 નંબર ની કાર હોવાનું જણાતું હતું.
બીજીકોઈ યુવતી સાથે આવું ન થાય તેમ પોલીસે કરવું જોઈએરડતી આંખો એ યુવતી કાજલ એ જણાવ્યું હતુ કે અમોએ કાર બરાબર ચલાવો તેમ કહેતા ત્રણ યુવાનો એ અમોને આંતરી ને અપશબ્દો કહેવા લાગેલ.મારા પગ અને વાળ પકડેલા.
બચાવો ની બુમો પાડતા વધુ ગંભીર બનાવ થી બચી ગયેલ.પોલીસ આ ત્રણેય ઈસમો સામેં કડક કાર્યવાહી કરે જેથી અન્ય કોઈ યુવતી સાથે આવો બનાવ ન બને તેવી લાગણી વ્યક્ત કરી હતી.