કાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગુરૂદેવ પાર્કના યુવાને શાસ્ત્રી મેદાન પાસે પગલું ભર્યુ; સ્યુસાઇડ નોટના આધારે તપાસ જારી
રાજકોટમા પોલીસની ધાક ઓસરી હોય તેમ વ્યાજનાં વરુઓ બેફામ થયા છે. વ્યાજખોરોનાં કારણે અનેક લોકોએ આત્મહત્યા અને આપઘાતનાં પ્રયાસો કર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે. ત્યારે વધુ એક બનાવમા કુવાડવા રોડ પર આવેલા ગુરુદેવ પાર્કમા રહેતા અને કાર લે - વેચનો વ્યવસાય કરતા યુવાને વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી શાસ્ત્રી મેદાન પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવાને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા ગુરુદેવ પાર્કમા રહેતા અને અગાઉ કાર લે - વેચનો વ્યવસાય કરતા મૌલીક બાબુભાઇ પટોડીયા નામનો 26 વર્ષનો યુવાન ગઇકાલે સંધ્યા ટાણે શાસ્ત્રી મેદાન પાસે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મૌલીક પટોડીયા બે ભાઇમા નાનો છે. અને તેને સંતાનમા એક પુત્ર છે. મૌલીક પટોડીયા અગાઉ કાર - લે વેચનો ધંધો કરતો હતો. ત્યારે ધંધામા રૂપીયાની જરુરીયાત પુરી થતા જુદા જુદા લોકો પાસેથી આશરે રૂપીયા રપ લાખ વ્યાજે લીધા હતા. જે રૂપીયાની ચુકવણી કરવા છતા વ્યાજખોર ત્રાસ ગુજારતા હોવાની મૌલીક પટોડીયા પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે.
જે સ્યુસાઇડ નોટમા અક્ષય નીતીનભાઇ ગોહેલ પાસેથી 1પ ટકા લેખે 4.પ0 લાખ લીધા હતા જેનાં બદલે 8 લાખ ચુકવી આપ્યા છે . ચા ની કેબીન ચલાવતા વીપુલભાઇ પાસેથી 10 ટકા લેખે ર લાખ લીધા હતા . અને જેનુ ર મહીનાનુ 40 હજાર વ્યાજ ચુકવેલ છે ગોપાલભાઇ પાસેથી બે લાખ લીધા હતા વીપુલભાઇ પાસે 10 ટકાનાં વ્યાજે કાર ગીરવે મુકી 1 લાખ વ્યાજે લીધા હતા . અને તેને બે મહીનામા ર0 હજાર ચુકવેલ છે. પરાક્રમસિંહ વાઘેલા હસ્તક તેમનાં મિત્ર ઉદયભાઇ ચુડાસમા પાસેથી 10 ટકાનાં વ્યાજે રૂપીયા એક લાખ લીધા હતા.
અને જેનુ 30 હજાર વ્યાજ ચુકવી દીધુ છે વિષ્ણુભાઇનાં મીત્ર પાસેથી 10 ટકાનાં વ્યાજે એક લાખ લીધા હતા . અને તેનાં બદલામા કાર લઇ ગયા હતા પરંતુ કાર પરત કરી નથી . અને દેવાભાઇ બોરીચા પાસેથી 10 ટકાનાં વ્યાજે એક લાખ લીધા હતા. અને સીકયુરેટી પેટે મૌલીકભાઇ પટોડીયાની પત્નીનાં નામની કારનુ વેચાણ કરાર દેવાભાઇ બોરીચાએ પોતાનાં નામે કરાવી લીધુ હતુ. 1 લાખનુ 1.ર0 લાખ વ્યાજ ચુકવી દીધુ હોવા છતા કેસ કરવાની પત્નીને ધમકી આપતા હોવાનો સ્યુસાઇડ નોટમા ઉલ્લેખ કરવામા આવ્યો છે. સ્યુસાઇડ નોટનાં આધારે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.