For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બળાત્કારના ગુનામાં CAના શરતી જામીન, હાઇકાર્ટે નોધ્યું બંન્નેએ સહમતિથી સંબંધ બાધ્યા હતા

04:35 PM May 28, 2025 IST | Bhumika
બળાત્કારના ગુનામાં caના શરતી જામીન  હાઇકાર્ટે નોધ્યું બંન્નેએ સહમતિથી સંબંધ બાધ્યા હતા

રાજકોટના આરોપીને 15 હજારના બોન્ડ ઉપર શરતી આગોતરા જામીન આપ્યા હતા

Advertisement

રાજકોટમાં કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સહેલગાહે લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કરવાની ફરિયાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શખ્સની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ ફ્રી લાન્સિંગ કામ કરતી કોમ્પ્યુટર એન્જિનિયર પીડિતાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા (ઉ.વ.28, રહે. અટીકા ફાટક પાસે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્ક રાજકોટ)નું નામ આપી ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2024માં મોબાઇલમાં રહેલ બમ્બલ નામની એપ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ પ્રેમજાળમાં ફસાવીને ગત તા.18/10/ 2024ના સ્ટાફની બર્થ-ડે પાર્ટીમાં અમરેલીના ધારી (ગીર) ખાતે આવેલ હિલ વ્યુ રિસોર્ટમાં લઇ જઇ લગ્નની લાલચ આપી ફોસલાવી શારીરીક સંબંધ બાંધેલ હતો. ત્યારબાદ જુદા જુદા દિવસોએ ઉજ્જૈન, ઉદયપુર, ગોવા સહિતના સ્થળોએ ફરવા માટે લઈ જઈ તેમજ રાજકોટની હોટલમાં શારીરિક શોષણ કરી લગ્ન માટે ફરી ગયો હોવાથી આ ફરિયાદ કરવામાં આવી હતી.

Advertisement

ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 મુજબનો શારીરિક શોષણનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરતા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આરોપી આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં ગયા હતા. જે અરજી ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપી દર્શન પીઠડીયાની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ઘીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ, ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતીક વાય. જસાણી અને અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement