BZ પોન્ઝી સ્કીમમાં રૂા.422 કરોડનું કૌભાંડ, 11183 લોકો સાથે છેતરપિંડી
બીઝેડ ગ્રુપના કૌંભાડને મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજયો હતો જેમાં સરકારે પણ સ્વીકાર્યુ કે,પોન્ઝી સ્કીમમાં 4.22 અબજનું કૌંભાડ થયું છે,આ કૌંભાડમાં 11,183 લોકો સાથે છેતરપિંડી થઈ છે જેમાં કૌભાંડમાં 16 વ્યક્તિની ધરપકડ કરાઈ છે.હજી પણ આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સાબરકાંઠામાં થયેલા બીઝેડ ગ્રૂપના કૌંભાંડને લઈ દિવસેને દિવસે નવા-નવા વિવાદો અને નામો સામે આવી રહ્યાં છે ત્યારે આ સમગ્ર ઘટનામાં તપાસ માટે CID ક્રાઈમ ક્રિકેટરોને બોલાવી શકે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે જેમા ઇણ ગ્રૂપમાં 4 ક્રિકેટરોએ રોકાણ કર્યુ હોવાની વાત છે.5 કરોડની આસપાસ ચારેય ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.
બીઝેડ ગ્રુપની શરુઆત બીટકોઈન સાથે થઈ હતી અને ઝડપથી પૈસા ડબલ કરવાની લાલચો આપવામાં આવતી હતી. 5થી 7 ટકા સુધી માસિક વ્યાજની સ્કીમ મુકી હતી અને એજન્ટોને માસિક કમિશનની આકર્ષક ઓફરો આપવામાં આવી હતી. 10 લાખના રોકાણ સામે એજન્ટોને વિદેશ ટૂરની ઓફર આપવામાં આવતી, આ સિવાય રોકાણના ટાર્ગેટ સામે લક્ઝુરિયસ કાર પણ ગીફ્ટ કરવામાં આવતી હતી. હિંમતનગરના બે એજન્ટને મર્સિડીઝ કાર આપી હતી.