ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ

01:21 PM Nov 06, 2025 IST | admin
Advertisement

ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના અંગત પળોના ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર કુકર્મ આચરતા ફરિયાદ નોંધાઇ

Advertisement

જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત પળોના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરી બ્લેકમેલ કર્યો હતો. આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર વિસ્તારમાં ઓઇલ મીલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના અગ્રણી ઉદ્યોગપતિ કે જેની સામે એક મહિલાએ ભારે હિંમત દાખવી ને સિક્કા પોલીસ મથકમાં પોતાના પર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાના અંગત પળો ના મોબાઇલમાં વિડીયો ઉતારી લઈ તેના આધારે વારંવાર બ્લેકમેલ કરતો હતો, અને પોતાની અંબર સિનેમા રોડ પર આવેલી ઓફિસમાં પણ બોલાવીને અનેક વખત દુષ્કર્મ ગુજારતો હતો, અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જઇ આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી જામનગર શહેરમાં ભારે ચકચાર જાગી છે. ફરિયાદમાં જાહેર થયા મુજબ, આરોપી વિશાલ ને લોનની જરૂૂરિયાત હતી અને તે સંદર્ભે ભોગ બનનાર મહિલા કે જે આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપી વિશાલ મોદીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી.

આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ મહિલાનું શરીર ધ્રૂજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ મહિલાની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂૂ કર્યું. તેણે મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને શહેરમાં પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા એક પૂર્વ પોલીસ કર્મચારી સહિતના નામોનો ઉલ્લેખ કરાયો છે અને તેઓ વિશાલ મોદીના મિત્ર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે કે આરોપી વિશાલ મોદી ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીટોકના ગુનામાં જેલમાં પણ રહી ચૂક્યો છે.

આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી ન હતી અને આરોપી વિશાલ મોદી તેને બ્લેક-મેઈલીંગ કરવાની ધમકી આપી શારીરીક શોષણ કરી રહયો હતો તેણે તેમના વિક એન્ડ હોમમાં તેમજ તેમની ઓફિસમાં અનેક વખત મરજી તેમજ ઈચ્છા વિરૂૂધ્ધ શારીરીક સબંધો બાધી સતત દુષ્કર્મ આચરતો હતો. અને ખૂન કરી નાખવાની ધમકી આપતો હતો. જેથી આરોપીના માનસિક તેમજ શારીરીક શોષણમાંથી છુટવા હિંમત કરીને તેની સામે આ ફરીયાદ દાખલ કરવા સિક્કા પોલીસ મથકમાં પહોંચી હોવાનું જણાવ્યું હતું. સિક્કા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર શહેરમાં આ બનાવે ભારે ચકચાર ચકાવી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar newsrape case
Advertisement
Next Article
Advertisement