ગોંડલમાં ધંધામાં રોકાણ કરાવી વેપારી સાથે 60 લાખની ઠગાઇ
છેતરપિંડી કરવાના ઇરાદે દંપતી સહિત ત્રણની ટોળકીએ વેપારી સાથે સબંધો કેળવી શિશામાં ઉતાર્યા
ગોંડલનાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે જીત રેસીડેન્સી ગુરુકૃપા સોસાયટીમા રહેતા અજય સંજયગીરી ગોસ્વામી (બાવાજી) (ઉ. વ. 31 ) સાથે ધંધામા રોકાણ અને ભાગીદારીની લાલચ આપી કરણ રાજેન્દ્ર બાલચંદાણી, તેમના પત્ની વીનસબેન અને માતા પદમાબેન સામે રૂ. 60 લાખની છેતરપીંડી ની ગોંડલ સિટી બી ડીવીઝન પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
ફરીયાદી અજયભાઇ ગોસ્વામીએ ફરીયાદમા જણાવ્યુ કે તેઓ ગુંદાળા ચોકડી પાસે અંબાજી મંદિર નામની દુકાન ભાડે રાખી આરસનાં મંદીર બનાવી વેચવાનુ કામ કરે છે. છેલ્લા બેએક વર્ષ પહેલા તેઓને કરણભાઇ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ તેણે મીત્રતા કેળવી હતી.
ત્યારબાદ ઘરે આવ જા પણ થતી હતી . ત્યારબાદ આરોપીને જાણવા મળ્યુ કે અજયભાઇનાં પિતા હયાત નથી અને તેમની મરણમુડીનાં 39 લાખ રૂપીયા તેઓ પાસે રોકડા પડેલ છે . જેથી તેમણે ધીમે ધીમે વિશ્ર્વાસ કેળવી પરીવાર સાથે અંગત ગાઢ સબંધો રાખ્યા હતા . અને ત્યારબાદ વિશ્ર્વાસમા આવીને ફરીયાદી અજયભાઇએ 9 લાખનુ રોકાણ કરી ગોંડલ શહેરમા વછેરાનાં વાડામા એકે મેન્સ એસેસરીઝ નામની દુકાન કરી આપી હતી.
ત્યારબાદ કરણે આ ધંધામા બહુ મોટો ધંધો છે તેવુ કહી ભાગીદારીની લાલચ આપી અને બાદમા અલગ અલગ સમયે રૂપીયા 60 લાખ આપ્યા હતા જેમા તેમનાં મીત્રો કાર્તીકભાઇ સાવલીયા , કીશનભાઇ લુણાગરીયાએ પણ સાથે મળી ર0 લાખ રૂપીયાનુ કરણભાઇનાં ધંધામા રોકાણ કર્યુ હતુ . અને ત્યારબાદ અજયભાઇએ તેમનાં મીત્ર નીલેશ પાસેથી 8 લાખ રૂપીયા ઉછીનાં લઇ તેમને આપ્યા હતા. આમ મીત્રો પાસેથી અને પોતાના પાસે રહેલી રોકડ રકમ મળી કુલ રૂપીયા 60 લાખ કરણને રોકાણમાથી આપ્યા હતા . જે પૈસા પરત નહી કરી આરોપીઓએ છેતરપીંડી કરતા અંતે પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.