ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેપારીને ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યા

03:28 PM May 13, 2025 IST | Bhumika
Advertisement

ટીન્ડર એપ થકી દિલ્હીની મહિલાના ટચમાં આવ્યો હતો, બે આરોપી ઝડપાયા

Advertisement

આજકાલ ડેટિંગ એપ ખતરનાક બની રહી છે. આ એપ પર પાર્ટનર ઓછા અને ફ્રોડ વધારે થાય છે. ત્યારે અમદાવાદના એક વેપારીને ટીન્ડર ડેટિંગ એપ પર ગલગલિયા કરવા 1.66 કરોડમાં પડ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના 45 વર્ષીય વેપારીએ પોતાના મોબાઈલમાં વિવિધ ડેટિંગ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. જેમાં એક ટન્ડર એપ હતી.ટીન્ડર એપ પર વેપારીનો સંપર્ક દિલ્હીની એક મહિલા સાથે થયો હતો. મહિલા સાથે વાતચીત થયા બાદ વેપારી દિલ્હીમાં રહેતી મહિલાને મળવા ગયા હતા. જોકે, ત્યાં ડીપીમાં બતાવેલી મહિલા કરતા અલગ મહિલા હતી. આ બાબતે પૂછતા વેપારીને એ મહિલાએ કહ્યું કે, તેની ઓળખ છતી ન થાય તે માટે તેણે ખોટો ફોટો મૂક્યો હતો.

આ બાદ અમદાવાદના વેપારી અને મહિલાનો સંપર્ક વધવા લાગ્યો હતો. મહિલાએ તેને દિલ્હીની હોટલમાં બોલાવી પોલીસ કેસમાં ફસાવવાનુ કહ્યું હતું. તેને લોકએપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આ બાદ એક વ્યક્તિ રૂૂમમાં આવ્યો હતો, અને તેણે પોલીસની ઓળખ આપીને સમાધાન માટે દોઢ લાખ રૂૂપિયા આપ્યા હતા. આ બાદ વાત અટકી ન હતી. પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોલીસના યુનિફોર્મ સાથે ફોન કરીને વીડિયો કોલ કર્યો હતો, અને તેના વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આમ, કહીને તેણે વેપારી પાસેથે 1.66 કરોડ રૂૂપિયા પડાવી લીધી હતા. આટલા રૂૂપિયા બાદ પણ વેપારી પર ધમકીના કોલ ચાલુ રહ્યા હતા. વેપારીએ આ અંગે તેમના પરિવારને જાણ કરતા ક્રાઈમબ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂૂ કરીને મોબાઈલ લોકેશનની મદદથી ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂૂણ સિંઘ નામના આરોપીઓને ઝડપી લીધા હતા.

 

આરોપી કૌશલેન્દ્ર બિહારનો છે અને આરોપી અરૂૂણ ઝારખંડનો રહેવાસી છે. આરોપીઓએ વેપારી પાસેથી પડાવેલા રૂૂપિયાથી મોંઘી ગાડીઓ પણ લીધી હતી. આ કાંડનો માસ્ટરમાઇન્ડ કૌશલેન્દ્ર છે. કારણ કે, તે ટિંડર પર મહિલાઓની ફેક આઈડી બનાવીને લોકોને ફસાવતો હતો. જ્યારે બીજો આરોપી પીડિતો પાસેથી પડાવેલા રૂૂપિયાને સગેવગે કરતો હતો.

Tags :
AhmedabadAhmedabad newscrimedating appgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement