વેપારીનો પાંચ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
7.60 લાખ વ્યાજે લીધા હતા, ઉઘરાણી કરતા યુવાને તેના ભાઇને મેસેજ કરી દવા પી લીધી
એક વ્યાજખોર કાર પણ પડાવી ગયો: પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો
જામનગર રોડ પરસાણા નગરમાં રહેતા ભાવીન ઘનશ્યામભાઇ ધરમાણી (ઉ.વ.23) એ આપઘાતનો પ્રયાસ કરતા તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા મેસેજ પરથી વ્યાજખોર ધર્મેશભાઈ ગૌસ્વામી, સદ્દામ દલવાણી, કિર્તિરાજ, હરેશભાઈ પારવાણી અને સલમાન વીકીયાણી વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે.
ભાવિનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,દોઢેક વર્ષથી જકશન રોડ પર શક્તિ મોબાઇલ દુકાન ચલાવે છે.પોતે શક્તિ મોબાઇલ દુકાન ખાતે હતો ત્યારે તેમની જાતે ઝેરી જંતુ નાશક દવા એકાદ ઢાંકણુ જેટલી દવા પી લીધેલ હતું.તેમણે આજથી ચાલીસ દિવસ અગાઉ મે ધર્મેશભાઇ ગૌસ્વામી પાસેથી (ડાયરી વ્યાજે ) મારા ભાઈબંધો અનુકર્મે વરુણ અને મોહિતના નામે 50,000 - 50,000 તેમજ આકાશના નામે 40,000 અને મા રા નામે અલગથી બનતા વ્યાજે 50.000 રૂૂ. રોજનો 1000 રૂૂ.નો હપ્તો ભરવાનો એમ કુલ 1,90,000 (એક લાખ નેવુ હજાર) રૂૂપીયા વ્યાજે લીધેલ હતા તેમજ આજથી બે અઢી માસ અગાઉ સદામ દલવાણી પાસેથી મે મારા મિત્ર રાહુલ ના નામે 40,000 અને આકાશના નામે 80,000 અને મારા નામે 50,000 રૂૂપીયા 10% લેખે એમ.કુલ 1,70,00 0 રૂૂપીયા વ્યાજે લીધેલ તેમજ કિર્તીરાજ પાસેથી આજથી છ સાત મહીના અગાઉ 2,00,000 (બે લાખ) રૂૂપીયા 10 % વ્યાજે લીધેલ છે.
તેમજ પારસી અગિયારસી ચોક વાળા હરેશભાઈ પારવાણી પાસેથી આશરે ચારેક મહિના અગાઉ 1,50,000 (દોઢ લાખ) રૂૂપીયા (ડાયરી વ્યાજ) મુજબ લીધેલ અને તેમાંથી 50,000 જેટલા ચુકવેલ છે તેમજ સલમાન વીકીયાણી વાળા પાસેથી એક મહિના અગાઉ (ડાયરી વ્યાજે) મારા મિત્ર મોહિતના નામે 50,000 તેમજ મારા નામે 50,000 એ મ કુલ 1,00,000 (એક લાખ) રૂૂપીયા વ્યાજે લીધેલ હતા.
જેમાંથી 60,000 ચુકવી દીધેલ છે.ફરિયાદી ઉપર આશરે 9 થી 10 લાખ રૂૂપીયાનો કરજો છે. તેમજ આરોપીઓ વાંરવાર ફોન કરી ગાળો બોલે છે અને ધમકીઓ આપે છે.તેમજ આવીને મારા પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે મને હેરાન પરેશાન કરે છે.તેમજ ધર્મેશભાઇ ગૌસ્વામી કાલે સાંજે ફરિયાદી પાસે આવેલ અને કિધેલ કે તને 24 કલાક આપુ છુ.મારા તમામ પૈસા આપી દેજે નહીતો તને જાનથી મારી નાખીશ એમ મને ધમકી આપેલ અને હુ ટાઇમસર વ્યાજ નહિ ભરી શકવાને લીધે આ ધર્મેશભાઇ ગઇ તા.23/04/2025 ના રોજ મારી બલેનો કાર પણ લઇ ગયેલ છે અને પરત કરેલ નથી.
તમામ આરોપી છેલ્લા એકાદ અઠવાડીયાથી વ્યાજના પૈસા બાબતે હેરાન કરતા હતા.જેથી ભાવિનભાઈએ કંટાળીને મારી જાતે મારી મોબાઇલની દુકાને ઝેરી જંતુનાશક દવા (મોનોકોટો) પી લીધી હતી.આ મામલે પોલીસે ફરિયાદ નોંધતા આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.