રાજકોટમાં હોસ્ટેલ ચાલુ કરવાના બહાને વેપારી અને 56 છાત્રો સાથે ઠગાઇ
કર્ણાટકના દંપતીએ હોસ્ટેલ ચાલુ કરવા 3 વેપારી પાસેથી 14 લાખ રૂપિયા ઉછીના લીધા હતા
શરૂઆતમાં જ જમવાનું અને રહેવા માટેની ફી પેટે 56 વિદ્યાર્થીઓ પાસેથી રૂા.24.23 લાખ ઉઘરાવી લીધા
રાજકોટ શહેરની બેડી માર્કેટીંગ યાર્ડ પાસે હોસ્ટેલ ચાલુ કરવાનાં બહાને 3 વેપારી તેમજ પ6 વિધાર્થીઓ પાસેથી ફી પેટેનાં રૂ. 38 લાખ ઉઘરાવી કર્ણાટકનુ દંપતી ફરાર થઇ જતા કુવાડવા પોલીસ મથકમા છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો આ ઘટનામા પોલીસે બંને આરોપીની શોધખોળ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ શહેરનાં મોરબી રોડ પર આવેલા રામ પાર્ક મેઇન રોડ પર રહેતા ઉદયભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ. 40 ) એ પોતાની ફરીયાદમા કર્ણાટકનાં થીરૂમેનાહાલી કેએનએસ કોલેજ સામે રહેતા પી. સુર્યનારાયણ રેડ્ડી ઉર્ફે વિકટર ઓબુલ રેડી અને તેમનાં પત્ની અર્ચનાબેન વિરુધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ ચોકી વિસ્તારમા નોંધવામા આવતા પોલીસે બંનેની શોધખોળ શરુ કરી છે આ ઘટનામા ફરીયાદી ઉદયભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ બેડી માર્કેટીંગ યાર્ડની સામે દેવ દ્વારકાધીશ નામની હોસ્ટેલ અને રેસ્ટોરન્ટ ધરાવી વેપાર કરે છે ગઇ તા. 21-11-24 પહેલા આશરે ત્રણેક માસ પહેલા ફરીયાદીની હોટલ પી. સુર્યનારાયણ રેડી આવ્યો હતો અને ત્યા અવાર નવાર ચા પાણી પીવા આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. અને તેમણે એક દિવસ ઉદયભાઇને પુછયુ હતુ કે તમારે પાર્ટનરમા હોસ્ટેલ કરવી છે . જેથી ઉદયભાઇએ તેઓને જવાબ આપ્યો હતો કે આ મારો વિષય નથી . જેથી તેમણે હોસ્ટેલની જગ્યા ભાડાપટે ભાંગી હતી . જેથી ઉદયભાઇએ વિચારીને જવાબ આપવાનુ કહયુ હતુ . અને ત્યારબાદ તા. 21-11-24 નાં રોજ બપોરનાં બારેક વાગ્યે આરોપી પી. સુર્યનારાયણ આવ્યો હતો અને તેમણે હોટલ ભાડે રાખવાનુ કહેતા દોઢ લાખ રૂપીયા મહીને ભાડુ આપવાનુ કહયુ હતુ.
ત્યારબાદ જગ્યા ભાડાપટે આપવા મામલે 11 મહીનાનુ એગ્રીમેન્ટ કરવુ પડશે તેવી વાત ઉદયભાઇએ આરોપી સુર્યનારાયણને કહી હતી ત્યારબાદ આ પી. સુર્યનારાયણ રેડીભાઇ આ હોસ્ટેલ ભાડા પટે ચલાવતા હતા તેની સાથે તેની પત્ની પણ રહેતી હતી આ બંનેએ આ હોસ્ટેલનુ નામ આંધ્રા રૂચુલુ હોસ્ટેલ રાખ્યુ હતુ. જયા મારવાડી કોલેજનાં વિધાર્થીઓ રહેતા હતા.
જેની સંખ્યા અંદાજીત પ0 ની આસપાસ હતી જયા વિધાર્થીઓનાં રહેવા અને જમવાની વ્યવસ્થાની ફી આ પી. સુર્યનારાયણ અને તેમનાં પત્ની લેતા હતા તેમજ હોસ્ટેલમા જમવાનુ બનાવવા માટે ફુડ લાયસન્સ અર્ચનાબેનનાં નામે હતુ અને શરુઆતમા દંપતી પેમેન્ટ નીયત સમય પ્રમાણે આપી દેતા હતા. પરંતુ છેલ્લા ચારેક મહીનાથી તેઓ પૈસા ન ચુકવતા અવાર નવાર બહાનાઓ કાઢતા હતા. અને તેઓ કહેતા હતા કે વિધાર્થીઓની ફી હજુ સુધી લીધી નથી અને તમારુ ભાડુ ફી આવ્યા બાદ ચુકવી દઇશ તેવી વાત કહી હતી.
ત્યારબાદ ર4-7 નાં રોજ આશરે સાંજનાં 6-7 વાગ્યે આ પી. સુર્યનારાયણ પાસે ભાડુ લેવા જતા હતા ત્યારે તેઓને જાણવા મળ્યુ પી. સુર્યનારાયણ અને તેમનાં પત્ની અર્ચનાબેન કયાક જતા રહયા છે અને તેમનો ફોન બંધ આવે છે. ત્યારબાદ જાણવા મળ્યુ હતુ કે તેઓએ ફરીયાદી ઉદયભાઇનાં 4 મહીનાનાં ભાડાનાં 4.44 લાખ , મારવાડી કોલેજનાં અંદાજે 56 વિધાર્થીઓનાં ફી પેટેનાં 24.23 લાખ, કેન્ટીન ચાલુ કરવા માટે ગંગાધરભાઇ પાસેથી લીધેલા રૂ. પ લાખ તેમજ આદીત્યા કમલસિંગ વાળાને હોસ્ટેલ ભાડે આપવાની લાલચ આપી રૂ. પ લાખ લઇ આમ કુલ 38 લાખની ઠગાઇ કરી દંપતી ભાગી જતા અંતે વિધાર્થીઓ અને ઉદયભાઇ સહીતનાં વેપારીઓએ બી ડીવીઝન પોલીસમા છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આર. કે. સામુદ્રે સહીતનાં સ્ટાફે તપાસ શરુ કરી છે.