લીંબડીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે વેપારી સહિત ત્રણ પકડાયા
લીંબડી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપી અને બે સોની વેપારીઓની ધરપકડ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પડ્યાની સૂચના અને લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એમ. કોડીયાતરને મળેલી બાતમીના આધારે ભલગામડા ગેટ પાસે થયેલી ઘરફોડ ચોરીના આરોપી પ્રકાશ રાજુભાઇ પંચાસરા (ઉ.વ.19)ની ધરપકડ કરવામાં આવી.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ચોરીનો માલ લીંબડી ટાઉનના બે સોની વેપારીઓએ ખરીદ્યો હતો.પોલીસે વિવેક જનકભાઈ મોડેસરા (ઉ.વ.36) અને હર્ષિલ બિપીનભાઈ ભાલાણી (ઉ.વ.33) નામના બે સોની વેપારીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સાડા ત્રણ તોલા સોનું, 300 ગ્રામ ચાંદી અને રૂૂ. 24,000 રોકડ રિકવર કરવામાં આવ્યા છે. રિકવર કરાયેલા મુદ્દામાલમાં દોઢ તોલાની સોનાની ચેન, સોનાના બુટિયા, બુટિયાની સાકળી, સેર, નાકની ચૂક અને ઓગાળેલા સોનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાંદીના ઓગાળેલા છડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.એન. સોલંકીના નેતૃત્વમાં પોલીસ ટીમે આ સફળ કામગીરી કરી છે.