મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી
શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી કરી ગયા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના સામાકાંઠે પરશુરામ સોસાયટીમાં રહેતા ઋષિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનું દરબાર શેરી આંબલી ફળીમાં આવેલ મકાન ગત તા. 14 જુનના રોજ બપોરથી રાત્રી સુધી બંધ હતું ઋષિરાજસિંહના દાદા આંબલી ફળીના મકાનમાં એકલા રહેતા હતા અને બપોરે સામાકાંઠે આવેલ મકાને ગયા હતા અને રાત્રીના પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા ઇસમોએ કબાટના લોક ચાવીથી ખોલી સોનાની લકી નંગ 01, સોનાની વીંટી નંગ 01 મળીને રૂૂ 73,500 ના દાગીના અને રોકડ રૂૂ 1.20 લાખ સહિત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી કરી ગયા છે સીટી એ ડીવીઝન પોલીસે ચોરીના બનાવમાં 14 દિવસ બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.