બુલેટ ખરીદવા શખ્સે પિતરાઇ ભાઇના ઘરે પ્રસંગ દરમિયાન 1.95 લાખના દાગીના ચોર્યા
રાજકોટના કોઠારીયા રોડ નંદા હોલ પાછળ ખોડીયાર મેઇન રોડ અર્જુન પાર્ક પાસે પટેલ યુવાનના ઘરે પુત્રના કર અને રાંદલ માતાજીના લોટા તેડવાના પ્રસંગ હતા. આ પ્રસંગમાં મહેમાનો અને પરિવારની નજર ચુકવી પિતરાઇ ભાઇએ સાડા ચાર તોલાનો સોનાનો હાર બે તોલાનો સેનાનો ચેઇન અને સોનાની એક વીંટી સહીત રૂા.1.95 લાખની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધવામાં આવી હતી. આ ગુનામાન ભક્તિનગર પોલીસના સ્ટાફે આરોપીને સકંજામાં લેતા કબુલ્યુ હતુન કે તેમને બુલેટ લેવું હોય જેથી આ ચોરી કરી હતી.
ફરીયાદી પાર્થ નરેન્દ્રભાઇ ડોબરીયા (પટેલ) (ઉ.વ.26)એ આરોપી તરીકે તેમના પિતરાઇ નવદીપ રાજેશભાઇ ડોબરીયાનું નામ આપતા ભક્તિનગર પોલીસ મથકનાં પીઆઇ એમ.એમ. સરવૈયા, એએસઆઇ નિલેશભાઇ મકવાણા, જયેશભાઇ મૈયડ સહીતના સ્ટાફે આરોપી નવદીપને સકંજામાં લીધો હતો. પાર્થભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને મકાન પાસે જ જય બાલાજી ઓટો ગેરેજ આવેલુ છે. તા.28ના રોજ તેમના ઘરે પુત્ર જીયાન્સના કર પ્રસંગ અને રાંદલ માતાજી તેડાવેલ હોય જેથી પરિવારજનો પણ ઘરે તેમજ સુભાષનગર મેઇન રોડ પર આવેલ મોમાઇ હોલ ખાતે જમણવાર રાખ્યો હતો. તે દિવસે બપોરે પાર્થ તેમના રૂમમાં સુતો હતો તેમની બાજુમાં પિતરાઇ ભાઇ નવદીપ પણ સુતો હતો.
તે વખતે પાર્થે બે તોલાનો સોાનો ચેઇન પહેર્યો હતો. ત્યારબાદ સાંજે ઘોડો ખુંદવાના સમયે પત્ની આમતેમ આંટાફેરા કરતી હોય જેથી તેમને હકિકત પુછતા જણાવ્યું કે તેમણે કબાટમાંથી સોનાનો હાર પહેરવા બહાર કાઢી મુકી પોતે બાથરૂમમાં મોઢુ સાફ કરવા ગયા બાદ બહાર નિકળતા હાર જોવામાં આવ્યો નહીં. ત્યારબાદ નવદીપ પણ ત્યાં જોવા ન મળતા ઘરની બહાર સીસીટીવી કેમેરા તપાસતા નવદીપ શંકાસ્પદ હરકતો કરતા જોવા મળ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવત પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરીમાં નવદીપને ઝડપી તેની પાસેથી સોાનો હાર, વીનટી અને ચેઇન સહીત રૂા.1.95 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ચોરી અંગે નવદીપે જણાવ્યું હતું કે તેમને બુલેટ લેવું હોય હાલ પૈસાની સગવડ ન થતા આ ચોરીને અંજામ આપ્યો હતો. પોતે જયોતિ સીએનસીમાં નોકરી કરે છે.