કેડિલાના રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં બલ્ગેરિયન યુવતી ફરી હાઈકોર્ટમાં
જિલ્લા કલેકટર અને નેશનલ કમિશન ફોર વુમનની નિષ્ક્રિયતા સામે અરજી દાખલ, આવતા અઠવાડિયે સુનાવણી
કેડિલા ફાર્માના ચેરમેન અને એમડી રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીની જાતીય સતામણીનો વિવાદ ફરી એકવાર હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજીવ મોદી વિરુદ્ધ કાર્યવાહી શરૂૂ કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ જિલ્લા કલેક્ટર અને નેશનલ કમિશન ફોર વુમન (ગઈઠ)ની ઓફિસની કથિત નિષ્ક્રિયતાના દાવા સાથે બલ્ગેરિયન યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરી છે.
કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિષેધ) કાયદા હેઠળ કાર્યવાહી કરવા મોદી અને અન્યો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ દાખલ કરી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી યુવતીના એડવોકેટ રાજેશ મિશ્રાએ અરજી કરી છે. જે મુજબ NCWદ્વારા અમદાવાદ કલેકટરને લેખિત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો દાવો કરવામાં આવ્યો છે. કલેકટરે તપાસ કરવા કાનૂન મુજબ કમિટી બનાવી નહોતી. NCWએ માત્ર કેટલાક મહિનાઓ મટે રિમાઇન્ડર મોકલ્યા હતા. આ અરજી બુધવારે સુનાવણી માટે આવી હતી, પરંતુ જરૂૂરી સરકારી વિભાગને પ્રતિવાદી બનાવવામાં ન આવ્યા હોવાથી તેની સુનાવણી આગામી સપ્તાહે ટળી છે. બળાત્કાર અને અન્ય આરોપો માટે મોદી સામે એફ આઈ આર દાખલ કરવામાં શરૂૂઆતમાં પોલીસ નિષ્ફળ ગયા બાદ યુવતીએ વિવિધ કાનૂની ફોરમ સમક્ષ અરજીઓ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી, પરંતુ આખરે જિલ્લા કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કરીને મોદીને ક્લિનચીટ આપી હતી. ત્યારથી યુવતી વિવિધ આધાર કારણો દર્શાવી ક્લિનચીટનો વિરોધ કરી રહી છે.